જામનગર મોર્નિંગ - ખંભાળીયા : ભારતીય જનતા પાર્ટીની જનઆશીર્વાદ યાત્રા અંતર્ગત ગુજરાત સરકારમાં કેબીનેટ કક્ષામાં કૃષિ સિંચાઈ અને ગૌ - સંવર્ધન વિભાગના નવનિયુક્ત મંત્રી રાઘવજીભાઈ પટેલ આવતીકાલે દેવભૂમિ દ્વારકા જીલ્લાના પ્રવાસે છે જેમાં સ્વાગત - સન્માન , ધાર્મિક દર્શન અને સભાઓ યોજાશે.

મંત્રીશ્રી ૭ તારીખ બુધવારે સવારે ૧૦ વાગ્યે આરાધના ધામ આવશે જ્યાં સન્માન સ્વાગત યોજાશે. ૧૧ વાગ્યે વાછરાવાવ સ્વાગત, ૧૧.૧૫ વાગ્યે રેલ્વે સ્ટેશન સ્વાગત, ૧૧.૨૦ વાગ્યે યોગ કેન્દ્ર નગરપાલિકા ગાર્ડન સ્વાગત તથા કાર્યક્રમ, ૧૨.૪૫ વાગ્યે રામનગર ભાણવડ પાટિયે સ્વાગત, બપોરે ૦૧.૧૦ વાગ્યે કેશોદ આવળ માતાજી મંદિર દર્શન ભોજન, ૦૩.૩૦ વાગ્યે રાવલ સ્વાગત, ૦૪.૩૦ વાગ્યે જામ દેવરીયા સ્વાગત, ૦૫.૦૦ વાગ્યે હર્ષદ માતાજી મંદિર દર્શન, ૦૭.૦૦ વાગ્યે દ્વારકા દર્શન અને ૦૭.૧૫ એ દ્વારકા જુના મામલતદાર હોલમાં કાર્યક્રમ.