• કોરોના કહેરના બે વર્ષ બાદ વેપારીઓના ચહેરાની ચમક આવી.

જામનગર મોર્નિંગ - જામનગર : જામનગર શહેરની માર્કેટો તથા બજારોમાં કોરોના કહેરની બે વર્ષની મંદીબાદ હાલ તહેવારોની રોનક દેખાઈ છે. શહેરની અલગ માર્કેટમાં મન મૂકીને લોકો ખરીદી કરી રહ્યા છે. કપડાં, ફટાકડા, મીઠાઈઓ, ફરસાણ, સોના - ચાંદી, ઘર - વખરી સહીતની વસ્તુઓમાં ખરીદીની બજારોમાં તેજી દેખાઈ રહી છે. હજુ પણ ખેતપેદાશ માર્કેટમાં વેચાણ થયા બાદ ગ્રામીણ પંથકમાં પણ તેજી દેખાશે.


કોરોનાના બે વર્ષના કહેરએ લોકોની શારીરિકની સાથે આર્થિક કમર પણ તોડી નાખી હતી મોટા ભાગના લોકોની બચત અને વર્તમાન ધંધામાં મોટી નુકશાની આવતા બે વર્ષ જેટલો સમય બજારો સુમસામ દેખાતી હતી તહેવારો પણ ફીકા લાગતા હતા. હવે કોરોના સાવ નહિવત જેવું તથા વરસાદ પણ આ વખતે ખુબ સારો પડતા હવે દરેક ધંધાતો પાટે ચડતા જાય છે જેથી લોકોના ખિસ્સામાં બે પૈસા આવ્યા છે એટલે જ઼ માર્કેટમાં તહેવારોની રોનક દેખાઈ છે સાથે વેપારીઓના ચહેરાની ચમક પણ ફરી આવી છે.