જામનગર મોર્નિંગ - જામજોધપુર : શ્રી ઓરડી વાળી માતાજી - સતાપર મુકામે ભુવાઆતા શ્રી પરબત આતા ઉલવા પરીવાર દ્વારા આયોજીત ત્રિવેણી સંગમ રૂપ કાર્યક્રમ ખૂબ સફળતા પૂર્વક યોજાયો સમસ્ત રબારી સમાજ નો 18 મો વિધાર્થી સન્માન સમારોહ તથા સ્નેહમિલન તથા જામનગર રબારી સેવા સમાજ કોરોના વોરીયર્સ નું સન્માન એવા ત્રિવેણી સંગમરૂપ કાર્યક્રમ યોજાયો
 
  આ શુભ પ્રસંગ બળેજ મઢ ના ભુવાઆતા શ્રી જેઠાઆતા ના અધ્યક્ષ સ્થાને યોજાયો અતિથિ વિશેષ અખીલ ભારતીય રબારી સમાજ વડગુરુ ગાદી- દુધરેજ ધામ ( સુરેન્દ્રનગર ) થી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર પરમ પૂજ્ય કનીરામદાસજીબાપુ ની હાજરી એ કાર્યક્રમ ને દિવ્યતા અર્પી. આ તકે મહંત શ્રી રણછોડદાસ બાપુ, ભુવાશ્રી મનસુખ આતા - દ્વારકા મઢ, ભુવાશ્રી ભીખુઆતા-અગતરાઈ તથા
સમાજના મોટાભાગના સામાજિક,રાજકીય આગેવાનોની હાજરી એ કાર્યક્રમ ને દિપાવ્યો

સમગ્ર ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા ધોરણ 10 અને ધોરણ 12 ના કુલ - 110 વિદ્યાર્થીઓ તથા જામનગર રબારી સેવા સમાજમાં કોરોના કાળ દરમ્યાન સેવા પ્રદાન કરનાર 22 કોરોના વોરીયર્સનું સન્માન કરવામાં આવ્યું.

ભુવાઆતા શ્રી અમરાઆતા તથા તેમના પરિવારની અથાગ મહેનત તથા રાહુલભાઈ હુણ ,કરણભાઈ સિંધલ, શૈલેષભાઇ કોડિયાતરની જહેમતએ કાર્યક્રમને સફળતા અર્પી હતી. આ કાર્યક્રમનું સંચાલન શ્રી જેઠાભાઇ ભારાઈ -  જૂનાગઢ, પરેશભાઈ ચાવડા -  જૂનાગઢ,શાંતિભાઈ ખટાણા - જૂનાગઢ તથા
ધારાબેન ખાંભલા -  ભાયાવદર દ્વારા કરવામાં આવ્યું હતું.

વિદ્યાર્થી સન્માન સમારોહ તથા સ્નેહમિલનનો આ કાર્યક્રમ ભુવાઆતા પરિવાર દ્વારા સતત 18 વર્ષથી કરવામાં આવે છે. અને એક સમયે પછાત ગણાતા રબારી સમાજના આ પંથકમાં શિક્ષણની સુવાસ ફેલાવવામાં આ પરિવારનો સિંહ ફાળો રહ્યો છે.