સીટી સી ડીવીઝન દ્વારા કાર્યવાહી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં બે અલગ અલગ ઘરફોડ ચોરી કરનાર શખ્સને સીટી સી ડિવિઝન પોલીસે રૂ. 3.05 લાખના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં બે અલગ અલગ ઘરફોડ ચોરી કરનાર આરોપી લખમણ માંડણભાઈ અસ્વાર (રહે. ગોકુલનગર પાણાખાણ,શેરી નં. 1) નામના શખ્સને સીટી સી ડિવિઝન પોલીસે રોકડા રૂ. 1,60,000 તથા રૂ. 1,45,000 કુલ મળી રૂ. 3,05,000નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.એલ. ઓડેદરા તથા સ્ટાફના ધર્મેન્દ્રસિંહ ઝાલા, હિતેષભાઈ ચાવડા, પ્રદીપસિંહ જાડેજા, ફિરોઝભાઈ ખફી, વિજયભાઈ કરેણા, રવિભાઈ શર્મા, વિજયભાઈ કાનાણી, યુવરાજસિંહ ઝાલા, મહેન્દ્રસિંહ જાડેજા, પ્રદીપસિંહ રાણાએ કરી હતી.