જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : જામનગર - દ્વારકા હાઇવે પર આરાધના ધામ નજીકથી એક પરપ્રાંતિય શખ્સ પાસેથી 66 કિલો એમ. ડી. ડ્રગ્સ જેની કિંમત 350 કરોડની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. જેમાં વાડીનાર પાસેથી 14-15 કિગ્રા જેટલું ઝડપાયું છે અને બાકી સલાયા નજીકથી કુલ 66 કિગ્રા હોવાનું મનાઈ રહ્યું છે.

ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનો મોટા પાયે કારોબાર ચાલતો હોવાનું મનાઈ રહ્યું છે હમણાં થોડા દીવસો પૂર્વે અદાણી પોર્ટથી 2100 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું હતું જે અફઘાનિસ્તાનથી આવતા અન્ય માલ સાથે કન્ટેનરમાં આવ્યું હતું જયારે ફરી આજે 350 કરોડની કિંમતનું ડ્રગ્સ દ્વારકાના દરિયા કાંઠેથી ઘુસાડતું હોવાનું ઝડપાયું છે.

દ્વારકાના સલાયા બંદરેથી અગાઉ અનેક વખત ડ્રગ્સ, હથિયાર સહીતની વસ્તુઓ ઝડપાઈ છે. ગુજરાતમાં દરિયાઈ સરહદ ખુબ લાંબી છે પણ સુરક્ષામાં ક્યાંકને ક્યાંક ચૂક થતા આવા બનાવો બને છે.

  • 350 કરોડનું પકડાયું તો કારોબાર કેવળો હશે ?


સલાયા વાડીનાર બંદર થી લવાતું 66 કિગ્રા એમ. ડી. ડ્રગ્સ જેની બજાર કિંમત 350 કરોડ થાય તેટલું આજે ઝડપાયું તો ચોરી - છુપીથી કેટલું ડ્રગ્સ હેરફેર થતું હશે

  • બપોરે રેન્જ આઈજી આવીને માહિતી આપશે.


દેવભૂમિ દ્વારકાના આરાધના ધામ નજીક રોડ પાસેથી 66 કિલો ગ્રામ જેટલું ડ્રગ્સ ઝડપાયું જે સલાયા અથવા વાડીનાર દરિયાઈ બંદરથી ઘુસાડાઈ હોવાનું મનાઈ છે જે ડ્રગ્સનો જથ્થો ખંભાળીયા એસ. ઓ. જી. તથા એલ. સી. બી. ની ટીમે એસ. પી. સુનીલ જોશીની નિગરાની હેઠળ સંયુક્ત ઓપરેશન દ્વારા પકડ્યું છે જે જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો તેની સઘન પૂછપરસ હાથ ધરાઈ છે અને આ અંગે રેન્જ આઈ જી પણ બપોરે ખંભાળીયા આવી રહ્યા છે અને બપોરે 3 વાગ્યાં આસપાસ પત્રકારોને આ અંગે માહિતી આપશે.