જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ઠેબા ગામે ભાવપુર વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની 51 બોટલ કિંમત રૂ. 25,500નો મુદામાલ કબ્જે કરી પંચ એ પોલીસે બે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરના ઠેબા ગામે ભાવપુર વિસ્તારમાં રહેતા ફૈઝલ યુનુસ જોગાણી નામના શખ્સના રહેણાંક મકાનેથી  ઈંગ્લીશ દારૂની 51 નંગ બોટલ કિંમત રૂ. 25,500ના મુદામાલ સાથે ઝડપાઈ જતા પુછપરછ હાથ ધરતા આ દારૂનો જથ્થો મોસીન ખફી નામના શખ્સે સપ્લાય કર્યો હોવાનું જાણવા મળતા બંનેની ધરપકડ કરી પંચ એ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.