• ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે , જામનગર એસ.ટી. ડેપોમાં એક ઇસમ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરે છે

જામનગર મોર્નિંગ - જામનગર : ગત તા .૦૪ / ૧૧ / ૨૦૨૧ ના રોજ દીવાળી ના દિવસે બપોરના સાડા ત્રણેક વાગ્યે ભાવનગર શહેરના ચીત્રા જી.આઇ.ડી.સી વિસ્તારમાં રહેતા ગીતાબેન વા / ઓ કમલેશભાઇ છગનભાઇ સોંલકીના ૮ વર્ષના માસુમ પૂત્ર હીરેનને ફટાકડા લઇ આપવાના બહાને લલચાવી ફોસલાવી તેના માતા - પિતાની કાયદેસર વાલીપણામાંથી ભગાડી અપહરણ ગયેલની ફરીયાદ ભાવનગર જીલ્લાના બોરતળાવ પોલીસ સ્ટેશન તા . ૫/૧૧/૨૦૨૧ ના કલાક 00/૧0 વાગ્યે નોંધાયેલ હતી . જામનગરમાં તહેવારો સંર્દભે ગુન્હાઓ બનતા અટકાવવા માટે પોલીસ રાઉન્ડ ઘી કલોક પેટ્રોલીંગ વોચમાં સક્રિય હતા . દરમ્યાન હીતેન્દ્રસિંહ જાડેજા તથા ભગીરથસિંહ સરવૈયા ના ઓને તા . ૬/૧૧/૨૧ ના મોડી રાત્રીના ખાનગી બાતમીદારથી હકિકત મળેલ કે , જામનગર એસ.ટી. ડેપોમાં એક ઇસમ એક નાના બાળક સાથે શંકાસ્પદ હાલતમાં આટાફેરા કરે છે , અને કોઇ બસમાં જવાની બદલે છેલ્લા દસ - બાર કલાક થી ડેપોમાં બેસેલ છે . અને તેની પાસે રહેલ છોકરો સતત રડે છે . તેવી હકિકત રાત્રી દોઢેક વાગ્યે સદરહુ જગ્યાએ તપાસ કરતા શકિતરાજ હોટલના પાછળના ભાગે જામનગર એસ.ટી.ડેપોની કમ્પાઉન્ડ વોલ પાસે અપહરણ થયેલ માસુમ બાળક હીરેન ઉ.વ. ૮ અને તેનુ અપહરણ કરનાર આરોપી રસીદ ઇકબાલભાઇ હાલા , જાતે : સંઘી , ઉ.વ. ર ૪ , રહે . જંગલેશ્વર તવકલ ચોક , બાબા પાનની દુકાન સામે , રાજકોટવાળો મળી આવતા બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ફર્સ્ટ ગુ.ર.નં .: ૧૧૧૯૮૦૧ પ ૨૧૧૬૬૩ / ૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૬૩ ના કામે મજકુર આરોપીને હસ્તગત કરી બાળકનો કબજો લઇ બોરતળાવ પોલીસ સ્ટેશનને આગળની કાર્યવાહી માટે મોકલી આપેલ છે.


આ કાર્યવાહી પો.ઇન્સ.શ્રી એસ.એસ.નિનામા નાઓની સુચના થી પો.સ.ઇ. શ્રી કે.કે.ગોહીલ , શ્રી આર.બી.ગોજીયા , શ્રી બી.એમ.દેવમુરારી . તથા એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ.