દિવાળીના તહેવારમાં જાન-માલનું રક્ષણ થાય, ચોરીના બનાવો અટકાવી શકાય તે માટે પોલીસની અપીલ 

જામનગર મોર્નિંગ - જામનગર  


આગામી દિવસોમાં દિવાળીનો તહેવાર હોય જેથી દિવાળીની રજાઓમાં લોકો માદરે વતન કે ટુર પર જતા હોય ત્યારે આવા સમયે ખાસ કરીને તસ્કરો બંધ ઘરોને ટાર્ગેટ કરતા હોય છે જેથી ઘર બંધ કરીને જતા પહેલા સ્થાનીક પોલીસમાં અરજી આપી જાણ કરવા લોકોને અપીલ કરવામાં આવે છે. જેથી પોલીસ તમારા ઘરની સુરક્ષા તેમજ જાનમાલનુ રક્ષણ કરી શકે અને ચોરીના બનાવો અટકાવી શકે. તેમજ ઘર બંધ કરીને વતન કે પછી ફરવા માટે જાવ ત્યારે ઘરમાં કિંમતી સામાન બની શકે તો પોતાની સાથે લઇ જાવો અથવા સેફ જગ્યાએ મુકી દેવો જોઇએ. 

તેમજ તમારી આસપાસ રહેતા પાડોશી તેમજ સોસાયટીના પ્રમુખને જાણ કરો જેથી સોસાયટીના સીકયોરીટી ગાર્ડ પણ એલર્ટ રહી શકે અને ઘરની આસપાસ કોઇ શંકાસ્પદ ઇસમ દેખાઇ તો પોલીસમાં જાણ કરી શકે. તેમજ જો શકય હોય તો ઘરમાં તાળા મારી ઇન્ટરલોક મારવાનુ રાખો જેનાથી કોઇ રેકી કરવા આવે તો ખબર ન પડે કે ઘરમાં તાળુ છે તેમજ છાપાવાળાને પણ કહો જેથી તમારા દરવાજા બહાર છાપા ભેગા ન થાય અને તમે બહાર છો તેની ખબર ના પડે.  તેમજ તમામ સોસાયટીના પ્રમુખ / સેકેટ્રીને વિનંતી છે કે તહેવાર દરમ્યાન તમારા સીકયોરીટી ગાર્ડને એલર્ટ રાખે તેમજ સોસાયટીમાં સી.સી.ટી.વી. કેમેરા ચાલુ છે તેની ખાતરી કરી ચાલુ રખાવે અને સોસાયટીના તમામ માણસો જે જરૂરી સુચના કરે અને સોસાયટીમાં દિવસ દરમ્યાન કોણ કોણ આવે છે તેનુ  રજીસ્ટર નિભાવવુ અને સી.સી.ટી.વી. કેમેરાથી વોચ રાખવા. તેમજ વેપારી વર્ગને પણ જણાવવાનુ કે તહેવાર દરમ્યાન તમારી દુકાનો / બંધ હોય જેથી તેમાં કોઇ કિમંતી વસ્તુઓ ન રાખો તેમજ સી.સી.ટી.વી. ચાલુ રહે તે ખાતરી કરો અને તહેવારના દિવસોમાં કોઇ વોચમેન કે સીકયોરીટી તમારા વિસ્તારમાં રાખવા જામનગર સીટી-બી ડીવીઝન પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતા ને અપીલ કરવામાં આવે છે.