જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.13 : ખંભાળીયા તાલુકાના લાલુકા ગામે સીમ વિસ્તારની ખાનગી વાડીમાં આવેલ 60 ફૂટના ઉંડા કુવામાં નીલગાયનું બચ્યું અજાણતા પડી ગયું હતું. બાદમાં આ અંગેની જાણ વાડીમાલિકને થતા તેણે વન વિભાગ અને એનિમલ કેર ગૃપને જાણ કરતા, એનિમલ કેર ગૃપ અને વન વિભાગ દ્વારા આ નીલ ગાયના બચ્ચાને બચાવવાં માટે ઉંડા કુવામાં દોરડાથી ખાટલો બાંધીને નાખ્યો હતો ખાટલાના ચારેય પાયામાં દોરડા બાંધીને જેવું બચ્ચુ ખાટલામાં આવ્યું એવો ખાટલો દોરડા વડે ઉપર ખેંચીને નીલ ગાયના નાના બચ્ચાને બહાર કાઢ્યું હતું. આ રેસ્ક્યુમાં સ્થાનિક લોકોનો પણ સહકાર મળ્યો હતો.