• મૂળ મધ્યપ્રદેશના આરોપીને પોલીસે બાતમી આધારે રાજકોટના હડાણાથી પકડાયો

જામનગર મોર્નિંગ - જામનગર તા. 02 : જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રન નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ . શ્રી એસ.એસ. નિનામાના માર્ગદર્શન મુજબ ગુજરાત રાજય બહારના રહેવાશી હોય તેવા નાસતા - ફરતા આરોપીઓની માહીતી મેળવી પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી એ.એસ.ગરચર તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / નાસતા ફરતા ગુનેગારોને શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા દરમ્યાન સ્ટાફના કાસમભાઇ બ્લોચ , ગજેન્દ્રસિંહ જાડેજા તથા ભરતભાઇ ડાંગર નાઓને બાતમી મળેલ કે જામનગર જીલ્લાના પંચ એ ડીવી . પો.સ્ટે . ફ.ગુ.ર.નં .૫૩ / ૨૦૧૨ , ઇ.પી.કો. કલમ ૪૫૭,૩૮૦,૫૧૧,૧૧૪ વિ . મુજબ ગુનાના કામે નાસતો ફરતો આરોપી હતરીયા મગરસીંગ મસાણીયા ઉ.વ .૩૫ રહે . જાઇ ગામ તા.કુકશી જી.ધારા મધ્યપ્રદેશ વાળો હાલ રાજકોટ જીલ્લાના હડાળા ખાતે હોવાની બાતમી હકીકત આધારે સદરહુ હકિકત વાળા ઇસમને પકડી પાડી આગળની કાર્યવાહી કરવા માટે પંચ એ ડીવી પોલીસ સ્ટેશન સોપી આપેલ છે . આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના પો.સ.ઈ શ્રી એ.એસ.ગરચર તથા ટીમ દ્વારા કરવામાં આવેલ.