જામનગર મોર્નિંગ - જામનગર 

છેલ્લા ઘણા મહિનાઓથી જામનગર શહેર-જિલ્લામાં કોરાના કેસોમાં સાવ ઘટાડો જોવા મળ્યો હતો ત્યારે આજે એકાએક જામનગર શહેરમાં સાત કેસ નોંધાતા હાહાકાર મચી જવા પામ્યો છે, જયારે ગ્રામ્ય વિસ્તારમાં આજે એક પણ કેસ નોંધાયો નથી તેમજ જામનગર શહેર-જિલ્લામાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યો નથી .