જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ભાનુશાળીવાડમાં શેરી નંબર સાતમાં રહેતા મહેશભાઈ પ્રભુલાલ કનખરા (ઉ.વ. ૫૨) તથા તેમના પત્ની પ્રજ્ઞાબેન રવિવારે બપોરે જીજે૧૦-બીડી-૩૨૩૪ નંબરના એક્ટિવા સ્કૂટરમાં દર્શનાર્થે જવા નીકળ્યા હતા. તેઓ દડીયા ગામથી નારણપુર ગામ વચ્ચે પહોંચ્યા ત્યારે સામેથી પુરપાટ ઝડપે ધસી આવેલા જીજે૧૦-બીએમ-૩૬૧૮ નંબરના બાઈકના ચાલકે અકસ્માત સર્જયો હતો. જેમાં મહેશભાઈને બે ફ્રેકચર થયા હતા. જ્યારે પ્રજ્ઞાબેનને ફ્રેકચર સહિતની ઈજા થઈ હતી. મહેશભાઈએ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.