જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.20 : ખંભાળીયાના સલાયામાંથી ઝડપાયેલ 315 કરોડના ડ્રગ્સ પ્રકરણમાં ઝડપાયેલા કુલ 7 આરોપી પૈકી પ્રથમ પકડાયેલ પાંચ આરોપીઓના પોલીસ રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાં મહારાષ્ટ્રના સિકંદર ઘોસી, તથા સલાયાના અલી કારા તથા સલીમ કારા અને સલીમ જશરાયા અને ઈરફાન જશરાયાને જેલ હવાલે કરાયા છે જયારે ગઈકાલે ઝડપાયેલ વધુ 2 આરોપીના પાંચ દિવસના પોલીસ રીમાન્ડ અપાયા છે.


સિકંદર ઘોસી આરાધનાધામ પાસેથી 17 કિગ્રા ડ્રગ્સ સાથે તથા સલીમ કારા અને અલી કારાના ઘરેથી 45 કિગ્રા ડ્રગ્સ ઝડપાયું હતું તેમજ સલીમ જશરાયા અને ઈરફાન જશરાયા દરિયાઈ સીમાથી ડ્રગ્સનો જથ્થો મેળવવા ગયા હતા આ પાંચેય આરોપીઓના રીમાન્ડ પૂર્ણ થતા જેલમાં ધકેલાયા છે. આ સિવાય પણ પોલીસ હજુ અલગ - અલગ દિશામાં સઘન તપાસ ચલાવી રહી છે.