જામનગર મોર્નિંગ - જામનગર તા.23 : જામનગર જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી દીપન ભદ્રનનાઓની સૂચનાથી જામનગર જીલ્લાના NDPS એકટના ગુન્હાના નાસતા ફરતા આરોપીઓને પકડવા અંગે એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર શ્રી એસ.એસ.નિનામા તથા પોલીસ સબ ઇન્સ્પેકટર શ્રી આર.વી વીંછીના માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી.ના સ્ટાફના માણસો મુંબઈ મહારાષ્ટ્ર ખાતે મોકલેલ હતા.
 ગઈ તા .૧૨ / ૧૧ / ૨૦૨૧ ના રોજ એસ.ઓ.જી. જામનગરએ ગે.કા. માદક પદાર્થ મેફડ્રોન પાવડર ૩૪ ગ્રામ કી.રૂા . ૩,૪૦,૦૦૦ / - તથા અન્ય મુદામાલ સહીત કુલ રૂા . ૩,૫૦,૨૦૦ / - સાથે પકડી કુલ -૨ આરોપીઓ વિરૂધ્ધમાં પંચ " બી " પો.સ્ટે.ના બી - પાર્ટ ગુ.ર.ન. ૧૧૨૦૨૦૪૬૨૧૧૦૩૫/૨૦૨૧ NDPS એક્ટ કલમ ૮ ( સી ) , ૨૨ ( બી ) , ૨૯ મુજબનો ગુનો દાખલ કરાવેલ જેમાં ફરારી આરોપી આસીફ ઉર્ફે આસીફ લાલા પીરાણી રહે . પનવેલ મહારાષ્ટ્ર વાળો ફરાર હોય અને આરોપીને શોધી કાઢવા માટે એસ.ઓ.જી. ટીમના એ. એસ. આઈ. હિતેશભાઈ ચાવડા તથા હેડકોન્સ્ટેબલ હર્ષદભાઈ ડોરીયા તથા દિનેશભાઈ સાગઠીયા ને પનવેલ મહારાષ્ટ્ર ખાતે મોકલેલ અને ત્યા જઈ આરોપી બાબતે તપાસ કરતા આ ગુન્હાનો ફરાર આરોપી આસીફ ઉર્ફે આસીફ લાલા પીરાણી વહાલગાંવ ઉલવા બસ સ્ટેન્ડ પાસે હોવાની માહીતી મળતા જે આધારે સદર જગ્યાએ જતા આરોપી આસીફ ઉર્ફે આસીફ લાલા પીરાણી મળી આવેલ જેથી મજકુરને હસ્તગત કરી જામનગર લાવી આગળની કાર્યવાહી થવા માટે પંચકોષી “ બી ” ડિવીઝન પોલીસ સ્ટેશનને સોંપી આપેલ છે.