(ભરત હુણ - જામનગર)

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.20 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના વાડીનાર ખાતે અગાઉની એસાર અને હાલની નયારા કંપની દ્વારા 6500 કરોડનો નવો પેટ્રોલિયમ પ્રોજેક્ટ તૈયાર થવા જઈ રહ્યો છે.આ પ્રોજેક્ટનો ગઈકાલે ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી હસ્તે શીલાન્યાસ થયો છે.


નયારા કંપનીના આ નવા પ્રોજેક્ટમાં હજારો લોકોને સીધી રોજગારી મળી રહેશે તે સિવાય પણ અનેક લોકોને આ નવા પ્રોજેક્ટના હિસાબે પરોક્ષરીતે ધંધા રોજગાર મળી રહેશે. સરકારની નીતિ મુજબ કોઈ પણ કંપની ઉદ્યોગ 80% સ્થાનિકોને રોજગારી આપે તેવી પ્રાથમિક શરતો હોય છે.


જામનગર અને દેવભૂમિ દ્વારકામાં સ્થિત રિલાયન્સ, એસાર, નયારા, ઘડી જેવી કંપનીઓના આપણે ભૂતકાળની વિગત જોઈએ તો સ્થાનિકોને રોજગાર આપવામાં પાછળ રહી છે ઉણી ઉતરી છે. જયારે હાલમાં નવા 6500 કરોડના ખર્ચે તૈયાર થઇ રહેલ નવા પેટ્રોલિયમ પ્રોજેક્ટમાં લાયકાત મુજબ સ્થાનિક લોકોને રોજગાર અને ધંધામાં અગ્રીમતા આપવામાં આવે તો આ પ્રોજેક્ટ ખરા અર્થમાં હાલારમાં નવા સૂર્યોદય સમાન સાબિત થાય તેમ છે.