જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના ચકચારી ગુજસીટોક પ્રકરણમાં સંડોવાયેલા અને હાલમાં જામનગરની જિલ્લા જેલમાં રહેલા એક આરોપી એવા એડવોકેટ માનસાતાએ સોમવારે પોતાની શ્વાસની બીમારી વકરી હોવાની જેલ સત્તાવાળા સમક્ષ રજૂઆત કર્યા પછી આ આરોપીને પુરતા પોલીસ બંદોબસ્ત સાથે સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ સારવાર શરૂ કરાઈ હતી. 

મળતી વિગત મુજબ જામનગરની જેલમાં રહેલા ગુજસીકોટના આરોપી એડવોકેટ વી. એલ. માનસાતાને થોડા દિવસથી શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેઓની સારવાર શરૂ કરાવવામાં આવી હતી. જેમાં સોમવારે બપોરે આરોપીએ પોતાની તબીયત લથડી હોવાની જેલતંત્રને જાણ કર્યા પછી સોમવારે સાંજે એડવોકેટ વી. એલ. માનસાતાને વધુ સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં હથિયારબંધ પોલીસ કર્મચારીઓના પહેરા હેઠળ તેઓને સારવાર આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ કેસની ગંભીરતા વધુ હોય આરોપી પર પોલીસ કાફલો સતર્ક નજર રાખી રહ્યો છે.