જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : ખંભાળીયા તાલુકાના વડાલીયા સિંહણ ગામે રહેતા પરિવારના બે યુવકો ગામના તળાવમાં ન્હાવા પડ્યા જેમાં તળાવના ઊંડા તથા કાદવ વાળા પાણીમાં એક યુવકનું ડૂબી જતા મૃત્યુ નીપજ્યું છે તથા એક યુવક જેમતેમ કરીને કાંઠે પહોંચી જતા બચાવ થયો હતો.


વડાલીયા સિંહણ ગામે આજે બપોરના સમયે ગામના બે યુવકો તળાવમાં ન્હાવા પડ્યા હતા જેમાં એક યુવક હેમખેમ કાંઠે પહોંચી આવ્યો હતો જયારે બીજો યુવક વિનોદ ખીમજીભાઈ ડગરાનું તળાવના પાણીમાં ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું બનાવને પગલે ઘટના સ્થળે લોકોના ટોળાં એકત્રિત થયા હતા જેમાંથી ફાયર વિભાગને જાણ કરાતા ખંભાળીયા ફાયર વિભાગે ડૂબી ગયેલા યુવાનનો મૃત દેહ બહાર કાઢ્યો હતો જે પી. એમ. માટે હોસ્પિટલ મોકલીને પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બનાવને પગલે ગામમાં તથા પરિવારના શોકનું મોજું ફરી વળ્યું છે તહેવારોની ખુશી દુઃખમાં ફેરવાઈ છે.