જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.12 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હત્યાંઓનો સિલસિલો શાંત થતા મોટુ ડ્રગ્સ ઝડપાયું જે પૂરપાટ ઝડપે તપાસ ચાલી જ રહી છે અને પોલીસ પણ વધુ સતર્ક બનીને સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે એસ. ઓ. જી. પોલીસ હેડ કોન્સ . નિલેશભાઇ કારેણા તથા એ.એસ.આઈ. અશોકભાઈ સવાણીને ખાનગી રાહે સંયુક્તમાં ચોક્કસ બાતમી હકીકત મળેલ હોય કે , દેવભૂમિ દ્વારકાના લીંબડી ચોકડી પાસે બલદેવ હોટલ સામે ઉભેલ એક હિન્દી ભાષી ઈસમ પાસે ગેર કાયદેસરનું હથિયાર અને કાર્ટીસ છે વિગેરે મતલબની બાતમી આધારે એસ.ઓ.જી.ટીમ દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી કરી રાજેશભાઈ રમેશભાઈ રામ ગુપ્તા નામના ૨૭ વર્ષના સિક્યુરીટી ગાર્ડ રહે.મુળ ૧૭૧ , ગહમર ગામે , વોર્ડ ન , ૧૯ , સંભલાઈ વિસ્તાર , જી.ગાજીપુર , ઉત્તર પ્રદેશ હાલ રહે.ગુલમ્હોર રોડ નં .૪ જુહુ - મુંબઈ વાળાના કબજામાંથી સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવતા પાસ - પરવાના વગરના દેશી હાથ બનાવટની ઓટોમેટીક પિસ્તોલ ( અગ્નિશસ્ત્ર ) કિ.રૂ .૩૫૦૦૦ / - તથા જિવતા કાર્ટીસ નંગ -૦૩ કિં.રૂ .૬૦૦ /- ના મળી આવતા મજકુર ઇસમે આર્મ્સ એકટ કલમ ૨૫ ( ૧ - બી ) , ( એ ) મુજબ ગુન્હો કરેલ હોય જેથી મજકુર ઇસમને પો.સ.ઇ.શ્રી પી.સી.સીંગરખીયા એ ધોરણસર અટક કરી , મજકુર ઈસમ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરાઈ છે.