જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેર-જિલ્લામાંથી 20 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 10,000 ના મુદામાલ સાથે ચાર શખ્સને ઝડપી લઈ તમામ વિરુધ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ ગોકુલનગર હનુમાનજી મંદિર પાસે ખોડીયાર કૃપા નામ લખેલ મકાનમાં રહેતો દિવ્યેશ ગીરીશભાઈ ડોબરીયાના મકાનમાં દરોડો પાડતાં તેના કબ્જામાંથી 13 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 6500ના મુદામાલ સાથે ઝડપી લઈ તેની સાથે ભાગ્યરાજસિંહ ઉર્ફે ભાગલો જીતેન્દ્રસિંહ રાયજાદા નામના યુવાનને ઝડપી લઈ બંને સામે પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી સીટી સી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  

જયારે ધ્રોલ જોડીયાના નાકા પાસે ગેબનશા પીરની દરગાહ પાસેથી કુલદીપ ભરતભાઈ પાડલીયા નામના યુવાનને ઈંગ્લીશ દારૂની 6 નંગ બોટલ કિંમત રૂ. 3000ના મુદામાલ સાથે ઝડપી લઈ ધ્રોલ પોલીસે પ્રોહી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

તેમજ જામનગર જિલ્લાના શેઠવડાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ધ્રાફા થી નંદાણા રોડ ઉપર આવતા 66 કેવી પાસેથી અશ્વિનભાઈ અરજણભાઈ ખીટ  નામના શખ્સને ઈંગ્લીશ દારૂની એક નંગ બોટલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.