રૂ. 3.36 લાખ ઉપરાંતનો મુદામાલ કબ્જે: સાત શખ્સ ફરાર

જામનગર મોર્નિંગ - દ્વારકા    


દ્વારકા જિલ્લાના ભોગાત ગામ ત્રણ રસ્તાથી દ્વારકા બાજુમાં હાઈવે રોડ આવેલ મકાનમાં કલ્યાણપુર પોલીસે દરોડો કરી ઈંગ્લીશ દારૂના 52 નંગ ચપટા, બે અડધી સ્કોચ બોટલ, પાંચ નંગ મોટરસાઈકલ અને એક નંગ ઇકો સહિત કુલ રૂ. 3,36,670નો મુદામાલ કબ્જે કરી બે શખ્સને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સાત શખ્સના નામ ખુલતા ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.  

મળતી વિગત મુજબ દ્વારકા જિલ્લાના ભોગાત ગામ ત્રણ રસ્તાથી દ્વારકા બાજુ હાઇવે રોડ પાસે ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભા ભુપતસિંહ વાઢેરના રહેણાંક મકાને દરોડો કરતા ઈંગ્લીશ દારૂના 52 નંગ ચપટા કિંમત રૂ. 5200, 500 એમ.એલ. હન્ડ્રેડ પાઇપર કિંમત રૂ. 850, 400 એમ.એલ. વેટ 69 કિંમત રૂ. 620, પાંચ નંગ મોટરસાઈકલ કિંમત રૂ. 1,80,000 તથા એક નંગ ઈકો કિંમત રૂ. 1,50,000 કુલ મળી રૂ. 3,36,670નો મુદામાલ કબ્જે કરી ઈરફાન ઉર્ફે ગની ઓસમાણભાઈ રાનીયા અને સહદેવસિંહ દિલુભા વાઢેર નામના બે શખ્સ હાજર મળી આવતા તેની ધરપકડ કરી પુછરપરછ હાથ ધરતા મકાન માલીક ઘનશ્યામસિંહ ઉર્ફે કાળુભા ભૂપતસિંહ વાઢેર, બળદેવસિંહ ભીખુભા વાઢેર, ખોડુભા હેમુભા વાઢેર, જીતેન્દ્રસિંહ વાઢેર, રણજીતસિંહ મોહબતસિંહ વાઢેર, નવુભા બચુભા વાઢેર અને નાથુભા લખુભા વાઢેર નામના સાત શખ્સના નામ ખુલતા સાતેયને ફરાર જાહેર કરી તેની શોધખોળ હાથ ધરી છે.