• અમદાવાદ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન કચેરીમાં જેમના પર દસ્તાવેજ દીઠ ચાર થી સાત હજાર રૂપિયા જેમાં કરોડો રૂપિયા લાંચ માંગવાનો આરોપ હતો એ શ્રી કુંજલ શાહને ખંભાળીયા કલેકટર કચેરીમાં મધ્યાહન ભોજન યોજનામાં મુકાયા.


જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.09 : ગુજરાત સરકારના મહેસુલ વિભાગ હેઠળ ફરજ બજાવતા 10 નાયબ કલેકટર અને પ્રાંત અધિકારીઓની વહીવટી સરળતા ખાતર બદલીઓ કરાઈ છે જેમાના એક અધિકારીની સજાના ભાગ રૂપે બદલી થઇ હોવાનું જણાય છે.


જેમાં શ્રી કુંજલ શાહ સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અમદાવાદ થી નાયબ કલેકટર મધ્યાહન ભોજન યોજના કલેકટર કચેરી ખંભાળીયા દેવભૂમિ દ્વારકા, શ્રી વિજય પી. પટ્ટણી પ્રાંત અધિકારી વડોદરા થી નાયબ જીલ્લા વિકાસ અધિકારી અમરેલી જીલ્લા પંચાયત, શ્રી દક્ષેસ કુમાર મકવાણા પ્રાંત અધિકારી તળાજા ભાવનગર થી પ્રાંત અધિકારી વડોદરા, કુ. ખ્યાતિ એસ. પટેલ નાયબ કલેકટર જમીન સુધારણા કલેકટર કચેરી વડોદરા થી નાયબ નિયામક સ્પીપા સુરત, શ્રી વિમલ કે. જોષી પ્રાંત અધિકારી અંજાર કચ્છ થી નાયબ કલેકટર જમીન સુધારણા કલેકટર કચેરી વડોદરા, શ્રી રાજેશ કુમાર એસ. ઠુંમ્મર પ્રાંત અધિકારી વડોદરા થી સેવાઓ સામાન્ય વહીવટ વિભાગ સચિવાલય માં બદલીથી નિમણુંક અપાઈ છે જયારે 4 અજમાયશી અધિકારીઓને નિમણુંક અપાઈ છે જેમાં કુ. સિદ્ધિ ડી. વર્મા પ્રાંત અધિકારી ધોળકા થી સ્ટેમ્પ ડ્યુટી મૂલ્યાંકન અમદાવાદ, શ્રી વિકાસ કુમાર ડી. રતાડા પ્રાંત અધિકારી મહુવા થી પ્રાંત અધિકારી તળાજા, કુ. શ્રદ્ધા વી. શ્રીમાળી પ્રાંત અધિકારી વડોદરા થી વડોદરા અને શ્રી જયકુમાર રાવલ પ્રાંત અધિકારી ભચાઉ થી અંજાર આમ કુલ 10 અધિકારીઓની બદલી મહેસુલ વિભાગ દ્વારા કરાઈ છે.