જામનગર એલસીબી દ્વારા કાર્યવાહી: અન્ય ત્રણ શખ્સના નામ ખુલ્યા 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં એક જ રાતમાં અગિયાર સ્થળોએ તેમજ સિક્કા, ધ્રોલ, જોડીયા અનેક વિસ્તારોમાં ચોરી કરનાર સીકલીગર ગેંગના એક શખ્સને જામનગર એલસીબીએ બાતમીના આધારે ઝડપી લઈ અન્ય ત્રણ શખ્સના નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ થોડા સમય પહેલા જામનગર સ્વામિનારાયણનગર વિસ્તારમાં ભાનુબેન કાંતિલાલ મોચીના ઘરના દરવાજા તોડી મકાનમાંથી સોનાનો ચેઇન, પેંડલ, સોનાનો હાર તેમજ રોકડ રકમ મળી કુલ રૂ. 1,20,000ની ચોરી કરી હતી તેમજ શહેરમાં નવાગામ ઘેડ, વિનાયક પાર્ક, સ્વામિનારાયણનગર નિર્મળનગર, વિપુલભાઈ અગ્રાવત, રીતેશભાઈ ગોહિલ, ઓસમાણભાઈ ખીરા, જયેશભાઈ વાઘેલા, વિનોદભાઈ રાવલ, શશીકાંત ભટ્ટ, મુકુંદભાઈ મહેતા,     નયનાબા જાડેજા અને ઇંદુભા ઝાલા અલગ-અલગ 11 સ્થળે ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો ત્યાર બાદ જિલ્લા પોલીસ વડા દીપન ભદ્રન તેમજ ડીવાયએસપી નિતેશ પાંડેય સાહેબની સૂચનાથી એલસીબી પીઆઈ એસ.એસ. નીનામા તેમજ પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજીયા અને બી.એમ. દેવમુરારીના માર્ગદર્શન હેઠળ સ્ટાફના ભગીરથસિંહ સરવૈયા, દિલીપભાઈ તલાવડીયા અને હિતેન્દ્રસિંહ જાડેજાની બાતમીના આધારે સીકલીગર ગેંગના સુરણસીંગ રતનસીંગ સરદારજી (રહે. વિભાપર રોડ પર આવેલ શિવનગર સોસાયટી, મૂળ મહારાષ્ટ્ર) નામના શખ્સને તેના રહેણાંક મકાનેથી ઝડપી લઈ તેના કબ્જામાંથી સોની કંપનીનું ટીવી, રોકડ રૂ. 2250, ગેસનો બાટલો 1 નંગ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી. 

ત્યારબાદ તા. 27-02-2021 એ સ્વામીનગરમાં રહેતા ડિમ્પલબેન દિલીપભાઈ ડાભી અને પૂજાબેન હરેશભાઈ પરમાર નામના બે ફરિયાદીના મકાનના તાળા તોડી રોકડ રકમ તેમજ સોનાના દાગીના મળી આશરે રૂ. 1 લાખની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. 


તેમજ આઠેક દિવસ પહેલા શહેરમાં આવેલ એક મકાનનું તાળું તોડી એક ગેસના બાટલાની ચોરી કરી હતી. 

બાર દિવસ પહેલા ધ્રોલ શહેરમાં પેટ્રોલપંપની પાછળ, મહાલક્ષ્મી સોસાયટીમાંથી તેમજ ધ્રોલ મુસ્લિમ વિસ્તારમાંથી તથા ધ્રોલ જોડીયા રોડ, જોડીયા નાકા પાસે અલગ-અલગ પાંચ મકાનના તાળા તોડી રોકડ રકમ તથા અન્ય મુદ્દામાલની ચોરી કરી હતી. 

આશરે અગિયાર દિવસ પહેલા સિક્કામાં અલગ-અલગ બે સોસાયટીમાં તથા નાની ખાવડીમાં એક મકાન મળી ત્રણ મકાનમાંથી રોકડ રકમ તેમજ કરિયાણાની ચીજ વસ્તુઓની ચોરી કરી હતી. 

આશરે અગિયાર દિવસ પહેલા કાલાવડ નાકા બહાર એસ્સાર પંપની બાજુમાં તથા કાલાવડ નાકા રોડ ઉપર આવેલ બે મકાનમાં તાળા તોડી રોકડ રકમની ચોરી કરી હતી.

અને અન્ય જોગિન્દરસીંગ ઉર્ફે કબીર સંતોષસિંગ ભોંન્ડ, ભીલસીંગ રતનસીંગ ટાંક અને સુનિલસીંગ પાનસીંગ બાવરે નામના ત્રણ શખ્સની સંડોવણી ખુલતા ત્રણેયને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નીનામા, પીએસઆઈ કે.કે. ગોહિલ, આર.બી. ગોજીયા, બી.એમ. દેવમુરારી તથા સ્ટાફના માંડણભાઈ વસરા, અશ્વિનભાઈ ગંધા, ફિરોઝભાઈ દલ, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, રઘુભા પરમાર, ધનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, અશોકભાઈ સોલંકી, ખીમભાઈ ભોચીયા, નિર્મળસિંહ એસ. જાડેજા, યોગરાજસિંહ રાણા, બળવંતસિંહ પરમાર, સુરેશભાઈ માલકીયા, લક્ષમ્ણભાઈ ભાટીયા, એ.બી. જાડેજા અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.