જામનગર મોર્નિંગ - જામનગર તા.10 : જામનગરના દરેડ નજીકના જીઆઈડીસી ફેઇઝ-૩ વિસ્તારમાં એક અવાવરૃ નાલા જેવા ખાબોચીયા પાસેથી આજે સવારે એક અજાણી મહિલાનો સળગાવી નાખેલો મૃતદેહ મળી આવ્યો હતો. બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ ગ્રામ્ય ડીવાયએસપી અને એલસીબી, એસઓજીનો કાફલો  દોડી આવીને. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતક મહિલાની ઓળખ મેળવવા તથા આ મહિલાને કોણે સળગાવી? તે દિશામાં તપાસ શરૃ કરવામાં આવી હતી.


આ અંગે જામનગર પંચકોશી બી ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મૃતક યુવતી ભારતી ઉર્ફે આરતી જીવરાજભાઈ હિંગળા નામની 21 વર્ષીય યુવતી હતી. જીઆઈડીસીના એપલ ગેઇટ 1 થી બાલાર્ક કારખાનાની દીવાલ નજીક પાણીના ખાડામાંથી આજે બપોરે આ મૃતદેહ મળી આવ્યા બાદ શકદાર તરીકે પોલીસ ફરિયાદમાં કરણ શંકર સાદિયાનું નામ દર્શાવામાં આવ્યું છે.તેને અથવા તેના કોઈ મળતિયાઓ દ્વારા આ યુવતીનું કોઈપણ રીતે મોત નિપજાવ્યા બાબતે પંચકોશી બી ડીવીઝનમાં હત્યાની કલમ હેઠળ ગુન્હો નોંધાયો છે.