દ્વારકા જિલ્લામા એક એમીક્રોન

જામનગર મોર્નિંગ - જામનગર ( ભરત ભોગાયતા)

જામનગરની ચિંતામાં વધારો કરનાર સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓમીક્રોન પોજીટીવ આવેલ વૃદ્ધના સંપર્કોમાં આવેલ લોકોના ટેસ્ટ કરવામાં આવતા બે લોકો કોરોના પોજીટીવ આવેલ તેમનામાં ઓમીક્રોન વોરીયેન્ટ છે કે કેમ.? તેની ચકાસણી અર્થે ગાંધીનગર સ્થિત લેબમાં પરીક્ષણ અર્થે મોકલવામાં આવતા તે બન્ને દર્દીનાં ઓમિક્રોનનાં રિપોર્ટ પોઝિટિવ આવતા ફફડાટ ફેલાયો છે. અગાઉ જેને ઓમીક્રોન વોરીયેન્ટ પોજીટીવ હતો તે દર્દીના નજીકના બે સગાઓને પણ ઓમીક્રોન વોરીયેન્ટ પોજીટીવ આવ્યાનું જામનગર મહાનગરપાલિકાના નાયબ કમિશનરે પુષ્ટિ કરે છે. આમ હવે જામનગરમાં ઓમિક્રોનનાં કુલ ત્રણ કેસ હોવા સાથે લોકોએ સતર્કતા દાખવવી ખુબ જરૂરી બની ગઈ હોય તેમ લાગે છે.

તેમજ કલેક્ટર પારઘી એ અને કમીશનર ખરાડીએ પણ જરૂરી વિગતો પુરી પાડી લોકોને સતર્ક રહેવાનુ સુચન કરી દર્દીઓ માટેની દરેક સુવિધા અને આયસોલેટ કરાયેલ સૌની વિગત જાહેર કરી છે..

બીજી તરફ અનઅધીકૃત વિગત મુજબ જામનગરમાં ખાનગી સરકારી મળી ૪૦ કોવિડ કેસ હજુ એમીક્રોન શંકાસ્પદ છે અને દ્વારકા જિલ્લામાં એક એમીક્રોન અને કોવિડ ટેસ્ટ માટે કોરોન્ટાઇન કરાયેલ એક અને લક્ષણ વાળા દસ દર્દીઓ છે.