જામનગર મોર્નિંગ - કલ્યાણપુર તા.19 : દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના રાણપરડા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોર્ડ નંબર - 3 માં સભ્ય તરીકે ઉમેદવારી કરનાર ટમુબેન ભગતભાઈ મોઢવાડીયાનું મતદાનના દિવસે મતદાન કર્યા બાદ શ્વાસ રૂંધાવાથી અને હૃદયરોગના હુમલાથી અકાળે અવશાન નીપજ્યું છે.


નાનકડા એવા ગામમાં એક બાજુ ચૂંટણી અને બીજી બાજુ ચૂંટણીના ઉમેદવારના અકાળે અવશાનથી ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે.