સપ્લાયરનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાંથી માધાપર ભુંગા જવાના રસ્તેથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક શખ્સને પિસ્તોલ તેમજ જીવતા કાર્ટીઝ સાથે ઝડપી લઈ સપ્લાયર કરનાર શખ્સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.  


મળતી વિગત મુજબ જામનગર શહેરના કિશાનચોક વિસ્તારમાં રહેતો નાસીરહુશેન અબ્દુલગફારભાઈ ખફી નામના શખ્સને માધાપર ભુંગા જવાના રસ્તે ચોકડી પાસે આવેલ બસ સ્ટેન્ડ પાસેથી લાયસન્સ પરવાના વગરની એક પિસ્તોલ કિંમત રૂ. 25,000 તેમજ વધારાની ખાલી મેગેજીન અને જીવતા કાર્ટીસ નંગ 2 કિંમત રૂ. 200 કુલ મળી રૂ. 25,200ના મુદામાલ સાથે એલસીબીના શીવભદ્રસિંહ જાડેજા અને ફિરોઝભાઈ ખફીએ બાતમીના આધારે ઝડપી લઇ પુછપરછ હાથ ધરતા હથિયાર આપનારનું નામ ખુલતા સાજીદભાઈ વાઘેરની શોધખોળ હાથ ધરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ એસ.એસ. નિનામા, પીએસઆઈ આર.બી. ગોજીયા, બી.એમ. દેવમુરારી, કે.કે. ગોહીલ તથા એલસીબી સ્ટાફના માંડણભાઈ વસરા, સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, ખીમભાઈ ભોચીયા, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, રાકેશભાઈ ચૌહાણ, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, દયારામ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વોગેરે દ્વારા કરવામાં આવી હતી.