જામનગર મોર્નિંગ - જામનગર તા.13 : જામનગરના ભાગ્યલક્ષ્મી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દ્વારકા જતા પદયાત્રીઓને રેડિયમ વાળા જેકેટ આપવામાં આવ્યા હતા આ તકે ધારાસભ્ય હકુભા જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા. દ્વારકા ફૂલડોલ મહોત્સવ હોળીના તહેવાર દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુંઓ પદયાત્રા મારફત આવતા હોય છે. રસ્તામાં તેઓની સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી રેડિયમ લગાવેલ લાઈફ જેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ જેકેટ પહેરેલા પદયાત્રીઓ વાહનની લાઈટમાં દૂર દૂર સુધી દેખાઈ છે જેથી રોડ પર અકસ્માત થતા અટકી શકે છે.