જામનગર મોર્નિંગ - જામનગર તા.13 : રાજકોટ રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપ સિંહ તથા જામનગર જીલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય નાઓની સુચના તેમજ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પો.ઇન્સ . શ્રી એસ.એસ. નિનામા નાઓના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્ક્વોડના પો.સ.ઇ.શ્રી બી.એમ.દેવમુરારી તથા સ્ટાફના માણસો પેરોલ ફર્લો / વચગાળાના જામીન ઉપરથી નાસતા ફરતા રહેલ ગુનેગારોને શોધી કાઢવા અંગેની ડ્રાઇવ અનુસંધાને જરૂરી વર્કઆઉટ કરી રહેલ હતા . દરમ્યાન સ્ટાફના પો.હેડ કોન્સ . કાસમભાઇ બ્લોચ , કરણસિંહ જાડેજા , હ્યુમન સોર્સ થી બાતમી મળેલ કે ધ્રોલ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સને ૨૦૦૦ ના વર્ષ માં જુના રેલ્વે સ્ટેશન પાસે ચા પીવા બાબતે મારા - મારી થયેલ હોય જે ગુનામાં સંડોવાયેલ આરોપી ગીમાભાઇ કાળુભાઇ કટારા રહે . સીત્વ ફળીયુ ઝાબુ ગામ તા.ધાનપુર જી.દાહોદ આશરે ૨૨ વર્ષ થી ગુનો કર્યા બાદ નાસતો - ફરતો રહેલ હતો , જે આરોપી ને બાતમી આધારે રાજકોટ જીલ્લાના ગોંડલ તાલુકાના ઉમ્બાંડા ગામ ખાતે થી ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી આગળની ઘટીત કાર્યવાહી થવા સારૂ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે સોપી આપેલ છે.


આ કામગીરી પેરોલ / ફર્લો સ્કવોડના ઇન્ચાર્જ પો.સ.ઈ શ્રી બી.એમ.દેવમુરારી અને તેમની ટીમ દ્રારા કરવામાં આવેલ છે.