જામનગર મોર્નિંગ - મુંબઈ
બોલિવૂડ એક્ટર મીસ્ટર પરફેક્શ્નિસ્ટના નામથી જાણિતા અમિર ખાનને આવનાર 'ખેલો ઇન્ડિયા યૂથ ગેમ્સ 2022' ઇવેન્ટ માટે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. અમિર ખાન એના માટે હરિયાણાના પંચકુલા માટે રવાના થવા તૈયાર છે. જો કે આમિર ખાનને રમતને લઇને ભારે લગાવ છે. આમિર ખાન ત્યાં સેલિબ્રિટી ગેમ્સના રૂપમાં હાજર રહીને ભારતના સ્કુલ અને કોલેજના યુવા એથલિટને સંબોધિત કરશે.
આમિર ખાનની હાજરીને લઇને ઉત્સાહમાં પણ વધારો થતો જોવા મળશે અને ટેલેન્ટની ઓળખ કરવામાં ફમ મદદ મળશે. દંગલ ફિલ્મ બાદ આ પહેલી વાર આમિર ખઆન હરિયાણાનો પ્રવાસ કરતો નજર આવશે.
આ પહેલી વાર નથી કે જ્યારે આમિર ખાન જમીની સ્તરના ખેલાડી માટે પોતાનો ઉત્સાહ દેખાડ્યો છે. કુશ્તી, ટેબલ ટેનિસ થી લઇને ક્રિકેટ સુધી આ સ્ટારને હમેશા અલગ અલગ પ્રકારની રમતમાં આપણે જોયા છે. આમિર ખાન એક ઉત્સાહી દર્શક અને રમત સમર્થક છે. અને નીચલા સ્તરની જે રમતના અનૌપચારિક બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
2016 માં આમિર ખાને દંગલ ફિલ્મના માધ્યમથી ગીતા અન બબીતા ફોગટની પહેલા ક્યારેય ના જોયેલી સ્ટોરી કહી હતી. ત્યાર બાદ દંગલ દુનિયા ભરમાં સૌથી મોટી ફિલ્મોમાની એક બની ગઇ હતી., જેનાથી મહાવીર સિંહ ફોગટ અને તેમની દિકરીઓની સ્ટોરીને ન્યૂઝમાં ચમકાવી દિધી હતી.
હાલમાં આમિર ખાન આઇપીએલની ફાઇનલમાં ટીવી પર હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. તેની સાથે જ રમત પ્રત્યે પોતાના ઉત્સાહને પણ પ્રગટ કર્યો હતો. આમિરના વર્કફટની વાત કરવામાં આવે તો તેમન ફિલ્મ લાલસિંહ ચડ્ઢા 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે
0 Comments
Post a Comment