જામનગર મોર્નિંગ - જામનગર તા.૧૮ : જામનગર શહેર સહિત તમામ વિસ્તારોમાં હમણાં થોડા સમયથી પીજીવીસીએલ દ્વારા ગેરરીતી આચરતા ગ્રાહકો અને ચોરી કરતા ઈસમો પર તવાઈ બોલાવવા માટે સઘન તપાસ હાથ ધરી છે અને આ બાબતમાં હમણાં પીજીવીસીએલ વધુ સક્રિય દેખાઈ રહ્યું છે. ટુક સમયમાં જ મોટી રકમની વીજ ચોરી અને ગેરરીતી પકડી પાડી છે. 

જામનગર શહેર અને ગ્રામ્યમાં આજે પણ પીજીવીસીએલની ૩૧ સ્કોડ ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જે ચેકિંગ ડ્રાઈવમાં એસ.આર.પી.ની ૧૮ ટીમ, એક આર્મી મેનની ૮ ટીમ અને વીડિઓ ગ્રાફરની ૩ ટીમ સાથે સામેલ છે. આજે જામનગરના ખોડીયાર કોલોની,નીલકમલ સોસાયટી, વિશ્રામ વાડી, દિગ્વિજય પ્લોટ હવાઈ ચોક, ઢીંચડા રોડ અને દ્વારકાધીશ પાર્ક વિગેરે વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી રહી છે.