જામનગર મોર્નિંગ - જામનગર-દ્વારકા 


છેલ્લા કેટલાક માસથી કોરોના કેસમાં રાહત જોવા મળી હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી દેશમાં ફરી વખત કોરોના કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે જામનગરમાં પણ એક સાથે બે પોઝિટિવ કેસ ગઈકાલે નોંધાયા હતાં. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ ગઈકાલે એક પોઝિટિવ કેસ નોંધાતા તંત્રમાં દોડધામ થઈ હતી. 

ગુરુવારે એક જ દિવસમાં જામનગરમાં બે અને દ્વારકામાં એક એમ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા હતાં. જામનગર શહેર વિસ્તારમાં જામનગરના ગાંધીનગર-બેડી વિસ્તારમાં રહેતા ૪૩ વર્ષના મહિલા અને પવનચક્કી વિસ્તારમાં રહેતા ૪૨ વર્ષના પુરુષનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા આથી બન્નેને હોમ આઈસોલેશન કરવામાં આવ્યા હતા. 

તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના સુરજકરાડી-મીઠાપુર પંથકમાં ગુરુવારે એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો.