જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં દશ દિવસ પહેલા એસટી ડેપોમાં સુતેલા પુરુષના ખિસ્સામાંથી મોબાઈલ ચોરી કરી લઈ જનાર શખ્સને જામનગર એલસીબીએ ઝડપી લઈ સીટી એમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.  

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ખોજા ગેઈટ મેઘવારવાસ ખાતે રહેતા મહેશભાઈ માલજીભાઈ મકવાણા તા. 25/05/2022ના રાત્રે એસટી ડેપોમાં સુતા હોય તે દરમ્યાન ખિસ્સામાંથી મંગળ કાળુભાઈ વઢીયાર (રહે. ખેતી વાડી સામે, વુલનમીલ ફાટક, બાવરી વાસ) નામનો શખ્સ એસટી ડેપો પાસે આવેલ બેન્ક ઓફ બરોડા પાસે હોય તેવી બાતમી હિતેન્દ્રસિંહ જાડેજા, દિલીપભાઈ તલાવડીયા અને સંજયસિંહ વાળને મળતા ઝડપી લઈ સીટી એ ડીવીઝન પોલીસમાં સોંપી આપેલ છે.  

આ કાર્યવાહી ઈન્ચાર્જ પીઆઈ કે.કે. ગોહીલ, પીએસઆઈ આર.બી. ગોજીયા તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, અશ્વિનભાઈ ગંધા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડીયા, હિરેનભાઈ વરણવા, ભગીરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાધલ, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, અશોકભાઈ સોલંકી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, દોલતસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ ડેરવાળીયા, ફિરોજભાઈ ખફી, શિવભદ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, યોગરાજસિંહ રાણા, કિશોરભાઈ પરમાર, બળવંતસિંહ પરમાર, લખમણભાઈ ભાટીયા, સુરેશભાઈ માલકીયા, ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી અને ધર્મેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.