જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેરમાંથી વિક્ટોરીયા પુલ પાસેથી છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો અલગ અલગ દારૂના બે ગુનામાં સંડોવાયેલો શખ્સ ઝડપાઈ જતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરમાં આવેલ સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના અલગ અલગ બે દારૂના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતો ફરતો સાગર પ્રભુદાસ રામદેપોત્રા (રહે. રાણપર ગામ, તા. ભાણવડ) નામનો શખ્સ હાલ વિક્ટોરીયા પુલ પાસે આવેલ હોય તેવી બાતમી સીટી બી ડીવીઝનના હિતેશભાઈ ચાવડા અને સંજયભાઈ પરમારને મળતા આરોપીને ઝડપી લઈ આરોપી શખ્સ અગાઉ પણ પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ હોય તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોયે, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના હિતેશભાઈ ચાવડા, મુકેશસિંહ રાણા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, યુવરાજસિંહ જાડેજા, સંજયભાઈ પરમાર, હિતેશભાઈ સાગઠીયા અને મનહરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.
0 Comments
Post a Comment