ગુલાબનગર પાસેથી ડ્ર્રાઈવર અને ક્લિનરની અટકાયત: રૂ. 5.09 લાખનો મુદામાલ ઝડપાયો    

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં ગુલાબનગર ચેક પોસ્ટ પાસેથી સીટી બી ડીવીઝન પોલીસે પટેલ ટ્રાવેલ્સમાંથી બાતમીના આધારે ડ્રાઇવર અને ક્લિનરને બાતમીના આધારે 17 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ અને 6 નંગ બીયરના ટીન સાથે ઝડપી લઈ બસ સહિત રૂ. 5.09 લાખનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.   


મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગુલાબનગર ચેક પોસ્ટ પાસે સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈ સી.એમ. કાંટેલીયા બાતમીના આધારે સ્ટાફ સાથે વોંચમાં ઉભા હોય ત્યારે પટેલ ટ્રાવેલ્સના ડ્રાઈવર અને ક્લિનર ટુર પુરી કરી પાછા આવતી વખતે જીજે 03 વાય 0899 નંબરની બસમાં 17 નંગ ઈંગ્લીશ દારૂની બોટલ કિંમત રૂ. 8500 તેમજ 6 નંગ બીયર કિંમત રૂ. 900 અને બસ સહિત કુલ રૂ. 5,09,400ના મુદામાલ સાથે અશોક હરખાભાઈ વાસઝારીયા (રહે. મોટી બાણુગાર, જામનગર)  અને રજનીકાંત લક્ષમ્ણદાસ નંદાસણા (રહે. મોટી બાણુગાર, જામનગર) નામના બે શખ્સને ઝડપી લઈ પ્રોહી એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

આ કાર્યવાહી પીઆઈ કે.જે. ભોયે, પીએસઆઈ સી.એમ. કાંટેલીયા તથા સ્ટાફના હિતેશભાઈ ચાવડા, રવિરાજસિંહ જાડેજા, ક્રિપાલસિંહ સોઢા, રાજેશભાઈ વેગડ, મુકેશસિંહ રાણા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, હરદીપભાઈ બારડ, સંજયભાઈ પરમાર, યુવરાજસિંહ જાડેજા અને મનહરસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામાં આવી હતી.