એસએસટી ટીમ દ્વારા પોલીસને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગરમાં ફલ્લા ચેકપોસ્ટ પાસેથી રાજકોટ પાસિંગની કારમાંથી લાખોની રકમ મળી છે. એસએસટી ટીમ દ્વારા ચૂંટણી લક્ષી ચેકીંગ દરમ્યાન રોકડ મળતા કાર સવાર લોકોની પૂછપરછ કરવામાં આવી છે. આ તરફ ઓબ્ઝર્વર સહિતના ચૂંટણી અધિકારીઓ દોડી ગયા છે.
મળતી વિગત મુજબ ચૂંટણીને અનુલક્ષી એસએસટી ટીમ દ્વારા ફલ્લા ચેકપોસ્ટ પાસે ચેકીંગ હાથ ધરાયુ હતું. એસએસટી ટીમ દ્વારા જીજે 03- જેસી - 6206 રાજકોટ આરટીઓ પાસિંગ નંબરની કારમાં ચેકીંગ કરાતા રૂ.6 લાખ આસપાસની રોકડ મળતા પોલીસ ચોંકી ગયેલી. ઉપરી અધિકારીઓને જાણ કરાતા ઓબ્ઝર્વર સહિતના ચૂંટણી અધિકારીઓ દોડી આવ્યા હતા. કાર સવારની પોલીસે પૂછપરછ હાથ ધરી છે. કાર સવાર લોકોએ રોકડ કાયદેસર હોવાનો દાવો કરી કંપનીના સીએ પાસેથી હિસાબના દસ્તાવેજ મંગાવ્યા છે અને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
0 Comments
Post a Comment