આ દરમ્યાન અનેક લોકો કરશનભાઈના સમર્થનમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા

જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર (ઉત્તર) 78 વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશન ભાઈનો ડોર ટુ ડોર પ્રચાર તેમજ નુક્કડ મિટિંગો વોર્ડ નંબર 11 નુરી ચોકડી વિસ્તારમાં આગેવાનો તેમજ કાર્યકર્તાઓ સાથે પહોંચ્યા હતા.

મિટિંગ દરમ્યાન દરેક સમાજના આગેવાનો સાથે ચર્ચા કરી તેમજ અનેક લોકો કરશનભાઈની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા તેમજ સભા દરમ્યાન કરશન ભાઈએ લોકોને આમ આદમી પાર્ટીની ગેરંટી જણાવી હતી અને જેમ દિલ્હી અને પંજાબમાં ગેરંટી આપ્યા બાદ સરકાર બનતા જ સીધી આપેલ તમામ ગેરંટીઓ અમલમાં મુકવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યા પછી ભાજપના રાજમાં વધેલ મોંઘવારી, બેરોજગારી અને થયેલ ભ્રષ્ટાચાર પર રોક લાગશે અને આમ આદમી પાર્ટી 300 યુનિટ મફત વીજળી, શાનદાર સરકારી શાળાઓ, નિઃશુલ્ક સ્વાસ્થય સેવાઓ, રૂ. 1000 મહિલા સન્માન રાશિ, રૂ. 3000 બેરોજગારી ભથ્થું, ખેડૂતોનું રૂ. 2 લાખ દેવું માફ, 10 લાખ સરકારી નોકરી અને ભ્રષ્ટાચાર મુક્ત પ્રશાસન આ ગેરંટી આમ આદમી પાર્ટીની સરકાર બનતાની સાથે જ અમલમાં મુકવામાં આવશે.

કરશનભાઈ વિશે વાત કરીએ તો સેવા પરમો ધર્મને પોતાનું કર્તવ્ય માની 78 વિધાનસભાના તમામ વોર્ડના પ્રવાસે નીકળેલા ઉમેદવાર કરશનભાઈ કરમુર તમામ વોર્ડમાં ડોર ટુ ડોર એક એક માણસને મળી પ્રજાને વિશ્વાસ અપાવી રહ્યા છે અને રહેવાસીઓ સાથે બેસીને ચર્ચાઓ કરે છે અને ગરીબો, ખેડૂતો અને મોંઘવારીથી પીડાતા લોકોને હવે સાચા અર્થમાં વાચા મળી રહી છે. ગુજરાતના એક મોકો કેજરીવાલ અને ઈસુદાન ગઢવી તેમજ જામનગર વિધાનસભામાં એક મોકો કરશનભાઈ કરમુરને તેઓ શોર દરેક વોર્ડમાં સંભળાઈ રહ્યો છે અને બહોળી સંખ્યામાં કરશનભાઈને જનસમર્થન મળી રહ્યું છે.