જામનગર મોર્નિંગ - જામનગર


ગુજરાત સહિત જામનગરમાં વિધાનસભાની ચુંટણીની તૈયારીઓ થઈ ગઈ છે ત્યારે જામનગર ઉત્તર 78 વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરએ પણ પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારથી જ 78 વિધાનસભા મત વિસ્તારમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે અને ઉમેદવાર કરશનભાઈ પ્રજાને ઘરે ઘરે મળીને સાંભળે છે.

 ત્યારે ગઈકાલે ખડખડ નગર વિસ્તારમાં લોકસંપર્ક દરમ્યાન કરશનભાઈ  કાર્યકર્તાઓ સાથે ઘરે ઘરે પહોંચી વિસ્તારના રહેવાસીઓની તકલીફો સાંભળી અને એક મૌકો આપને આપી વિસ્તારના તમામ વિકાસના કામો કરવાની ખાત્રી આપી તેમજ ખડખડ નગર વિસ્તારની મુલાકાત દરમ્યાન અનેક જગ્યાએ કરશનભાઈનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

કરશનભાઈ વિશે વાત કરીએ તો પહેલેથી જ સમાજસેવાના કાર્યમાં અગ્રેસર રહેતા બાદ રાજકારણ તરફ કારકિર્દી આગળ લઈ ગયા અને પ્રથમ 1995માં નગર સેવકની ચુંટણી લડ્યા અને વિજય થયા બાદ પોતાના વિકાસ કાર્યો તેમજ સેવાકિય પ્રવૃતિથી લોકચાહના મેળવતા ગયા અને 25 વર્ષ સુધી અલગ અલગ ચાર વોર્ડમાંથી પ્રતિનિધિત્વ પદે રહીને પ્રજાના સળગતા પ્રશ્નોનું નિરાકરણ લાવતા ગયા અને એક અનોખી લોકચાહના મેળવી.

તેમજ રાજનીતિ કાર્યકાળ દરમ્યાન મહાનગરપાલિકામાં અનેક જવાબદારી નિભાવી જેમાં તેઓ દંડક, સ્ટેન્ડિંગ કમિટીમાં 13 વર્ષ સભ્ય બે વખત ચેરમેન તેમજ ડેપ્યુટી મેયર રહી ચૂક્યા છે. તેમજ સામાજીક ક્ષેત્રે પણ આગવું સ્થાન ધરાવે છે શ્રીજી ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્ટમાં પ્રમુખ તેમજ આહિર સમાજના પ્રમુખ તરીકે બે ટર્મ જવાબદારી નિષ્ઠા પુર્વક સંભાળી છે.