સૂર્યાવદર, આસીયાવદર, દુધીયા, રાજપરા, ચુર, ચપર, કાનપર શેરડી, કનકપર, માળી, ધુંમથર, જામપર, માંગરીયા, ખિજદડ, કલ્યાણપુર ગામે લોકસંપર્ક

જામનગર મોર્નિંગ - જામનગર


દ્વારકા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવાર મુળુભાઈ કંડોરીયા સૂર્યાવદર, આસીયાવદર, દુધીયા, રાજપરા, ચુર, ચપર, કાનપર શેરડી, કનકપર, માળી, ધુંમથર, જામપર, માંગરીયા, ખિજદડ, કલ્યાણપુર ગામે ગામે લોકોને મળી સભાઓ કરી એક એક મતદાતાને મળી લોકો તેમને ઉમળકાભેર આવકારે છે.

તેમજ સભાઓમાં અનેક સમાજના લોકો જોડાઈ રહ્યા છે અને બધા સાથે મિટિંગ કરી, ખાટલા બેઠકો કરી લોકોને ભાજપના શાસન દરમ્યાન વધેલી મોંઘવારી, બેરોજગારી વિશે ઉજાગર કરી રહ્યા છે અને ગ્રામજનો પણ મુળુભાઈ કંડોરીયાને સમર્થન આપી રહ્યા છે. તેમજ કોંગ્રેસના શાસનમાં દસ લાખ લોકોને રોજગારી, ગેસનો બાટલો રૂ. 500માં આપવામાં આવશે.

 મુળુભાઈ કંડોરીયાને અનેક સમાજના આગેવાનોએ ટેકો જાહેર કર્યો છે તેમજ તેમની સભામાં સ્વયંભૂ લોકો જોડાય છે અને મુળુભાઈને જનસમર્થન મળી રહ્યું છે અને જીતનો વિશ્વાસ મતદાતાઓએ આપ્યો છે.

સેવા નો સંકલ્પ લઈ અને દ્વારકાના નવનિર્માણના સંકલ્પને ચરિતાર્થ કરવા નીકળેલ મુળુભાઈ કંડોરિયા દ્વારકા કલ્યાણપુર ના ગામડે ગામડે જય રહ્યાં છે ત્યારે પ્રજા મુળુભાઈને હ્રદય ના ઊમળકા થી ઉમંગ ભેર આવકારી રહી છે. પ્રજાએ પણ નક્કી કરી લીધુ છે હવે તો પરિવર્તન એ જ કલ્યાણ જીતશે દ્વારકા જીતશે મુળુભાઈ. પરિવર્તન નો સંકલ્પ દ્વારકા વાસીએ નિર્ણય કર્યો છે