તારીખ 19/12/2022ના કોર્ટમાં હાજર રહેવા માટેના સમન્સ મોકલવા જણાવ્યું 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં પૈસાની લેતી - દેતી અને વ્યાજનો વેપાર ચરમ સીમાએ છે બધા જ બધું જોવે છે પણ કોઈ કશું રોકવા માંગતું ના હોય તેવું લાગે છે આ બેનામી વ્યાજનો ભોગ ઘણી વખત સામાન્ય માણસો અને વેપારીઓ બનતા હોય છે ત્યારે અનેક વખત પોલીસ સાચાનો સાથ આપવાને બદલે મલાઈદારને સાથ આપીને પોતાની મલાઈ તારવી જતી હોય છે એવા જ એક ભોગ બનનાર વેપારીને મારમારીને આઠ લાખના કોરા ચેકમાં બળજબરી પૂર્વક સહી કરાવી લેવાની ફરિયાદમાં પોલીસ ઇન્સ્પેક્ટર અને તેના સાથીદારો સામે ગુનો નોંધવા જામનગરની કોર્ટએ આદેશ કર્યો છે.

જામનગરના ઇલેક્ટ્રિકના વેપારી ઇકબાલભાઈ ખીરાએ પોતાની ફરિયાદમાં બતાવ્યા મુજબ તેઓ પોતાના ધંધા માટે જામનગર સોની બજારમાં આવેલ ચામુંડા જવેલર્સના સંજયભાઈ ગુસાણી પાસેથી 1 લાખ રૂપિયા રકમ 5% વ્યાજે લીધેલ હતી અને તે નિયમિત વ્યાજ ભરપાઈ કરતાં હતા પણ કોરોના સમયગાળા દરમિયાન પોતાનો ધંધો બંધ હોવાથી વ્યાજ કે મુળી ભરપાઈ થઇ નહોતી અને મુળી વ્યાજ સહીત દોઢ લાખ જેવી રકમ ચડતી થઇ હતી જે રકમ ચૂકવવા માટે ઇકબાલભાઈએ પોતાના ઘરેણાં 251 ગ્રામ બેંકમાં ગીરવે મુક્યા હતા એ છોડાવવાની તૈયારી બતાવી અને તે છોડાવવા માટે 8 લાખ રૂપિયા ભેગા કર્યા હતા. 8 લાખ રૂપિયા રોકડા ઇકબાલભાઈ પાસે હોવાનું ધ્યાને આવતા તે પડાવી લેવાને ઇરાદે સોની સંજયભાઈએ તેમના મળતીયા કિરીટભાઈ રાધનપુરાને મોકલેલ અને તેમણે પોલીસ સાથે મળીને પોલીસ સ્ટેશન ગોંધી રાખીને પોલીસ ઇન્સ્પેક્ટર જલુ, પી. એસ. આઈ. મોઢવાડીયા અને તેમના સ્ટાફના સાજીદ બેલીમ અને નરેન્દ્રસિંહ દ્વારા ફરિયાદીને બેફામ મારમારીને 4-4 લાખના 2 કોરા ચેકમાં સહી કરાવી લીધેલ જે અંગે વેપારી ઇકબાલ ખીરાએ કોર્ટમાં ફરીયાદ કરતાં કોર્ટે ફરિયાદીને સાંભળીને જામનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એ. જલુ, પી. એસ. આઈ. મોઢવાડીયા, પોલીસ સાજીદ બેલી નરેન્દ્રસિંહ, સોની કિરીટ રાધનપુરા અને અજાણસ્યા શખ્સો વિરુદ્ધ આઈપીસી ઇપીકો કલમ 323, 324, 325, 330, 331, 384, 386, 504, 506(2), 114 મુજબનો ફોજદારી ગુનો નોંધવા તથા આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના પાંચ વ્યકતિઓને તારીખ - 19/12/2022ના હાજર થવા માટે સમન્સ મોકલવા અંગેનો જામનગરના ચોથા એડિશનલ ચીફ જસ્ટિસએ આદેશ કર્યો છે.