જામનગર મોર્નિંગ - જામનગર


જામનગર શહેરમાં ઠેબા ચોકડી તરફથી આવતા બે શખ્સોને જામનગર સીટી એ સર્વેલન્સની ટીમે બાતમીના આધારે ચોરાઉ મોટરસાયકલ સાથે ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લામાં અવારનવાર મોટરસાયકલ ચોરીના ગુનાઓ સામે આવે છે ત્યારે જામનગર સીટી એ સર્વેલન્સ ટીમને બાતમી મળી કે ઠેબા ચોકડી તરફથી જામનગર બાજુ જીજે 10 ડીડી 7547 નંબરની ચોરાઉ ગાડી લઈ શાહરુખ ઉર્ફે જાવેદ રહીમ ચાવડા (રહે. આરંભડા, મીઠાપુર) અને અસલમ ઉર્ફે અશરફ ભિખુ ખુરેશી (રહે. સુરજકરાડી, મીઠાપુર) નામના બે શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ એ. જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ગઢવી, રાજેન્દ્રસિંહ ડોડીયા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા અને મહેન્દ્રભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી.