અનેક વિસ્તારના રહેવાસીઓએ કરશનભાઈને વિજય બનાવવા સંકલ્પ કર્યો

જામનગર મોર્નિંગ - જામનગર


78- જામનગર (ઉત્તર) બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરશનભાઈ કરમુરે પક્ષના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે તેમના મતક્ષેત્રના વિવિધ વિસ્તારોમાં લોકો સાથે સીધી વાતચીતના પ્રચારાર્થે શ્રેણીબંધ નુક્કડ મિટિંગો યોજી આમ આદમી પાર્ટીની ગેરંટીઓની વિગત લોકોને સમજાવી હતી તેમના આ સીધી વાતચીતના અભિગમને લોકો દ્વારા અભૂતપૂર્વ આવકાર મળ્યો હતો.

તેમજ વોર્ડ નંબર 5માં હિમાલય સોસાયટીમાં ડોર ટુ ડોર પ્રચાર દરમ્યાન લોકોએ કરશનભાઈને આવકારી અને કરશનભાઈને વિજય બનાવવા સંકલ્પ લઈ ગુજરાતમાં પરિવર્તન લાવી એક મોકો કેજરીવાલને સુત્ર સાર્થક કરવા સંકલ્પ કર્યો હતો.

દિલ્હી અને પંજાબમાં આમ આદમી પાર્ટીએ જે ગેરંટી આપી હતી તેનો અમલ સફળતા પૂર્વક થઈ રહ્યો છે ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા ભાજપના શાસનમાં અનેક સમસ્યાથી પીડાઈ રહેલી અને પરિવર્તન માંગતી પ્રજાને કઈ - કઈ સુવિધાઓ-રાહતો આપવામાં આવશે તે ગેરંટી આપી હતી. તેમને પ્રચાર દરમ્યાન અનેક લોકોને મળીને રૂબરૂ વાતચીત કરી આમ આદમી પાર્ટીને સતા સોંપવા અપીલ કરી હતી.

પ્રચાર દરમ્યાન બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી વિસ્તારના રહેવાસી ભાઈઓ બહેનોએ કરશનભાઈ કરમુરનુ હારતોરાથી સ્વાગત કરી ઉમળકાભેર આવકાર્યા હતા અને આ પ્રચાર દરમ્યાન અનેક લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા અને કરશનભાઈને વિજય બનાવવા સંકલ્પ લીધો હતો.