જામનગર સાયબર ક્રાઈમે ન્યૂડ કોલ કરી બ્લેકમેલ કરતી ગેંગના એક સભ્યને ઝડપી પાડ્યો: જામનગરમાં થોડા સમય પૂર્વે નોંધાયેલ ફરિયાદના કારણે તપાસ હરિયાણા લંબાવી: 20.98 લાખની રકમ પડાવી લીધી હતી 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકે થોડા સમય પહેલાં ફરિયાદ નોંધાઈ હતી જેમાં સોશ્યલ મીડિયાનો દુરુપયોગ કરી ન્યૂડ વિડીયો કોલ કરી રેકોર્ડિંગ વાયરલ કરી દેવાની ધમકી આપી રૂ. 20 લાખ ઉપરાંતની રકમ પડાવી લીધી હતી બાદ જામનગર સાયબર ક્રાઈમે હરિયાણા સુધી તપાસ લંબાવી એક શખ્સને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ છેલ્લા કેટલાક સમયથી સોશ્યલ મીડીયાના દુરુપયોગના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, જેમાં એવી કેટલીક ગેંગો સક્રિય થઇ છે જેમાં વિડીયો કોલમાં સ્ત્રી નગ્ન થઇ અને બાદમાં ફોટો વિડીયો વાઈરલ કરવાના નામે બ્લેકમેઈલ કરવામાં આવે છે. જામનગર સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં થોડા સમય પૂર્વે એક ગુન્હો દાખલ જેમાં ફરીયાદીને અજાણ્યા નંબરથી વોટ્સેપમાં મેસેજ આવેલ જેમા ડીસ્પ્લે પિક્ચરમાં એક મહીલાનો ફોટો રાખી તેઓની સાથે મિત્રતા કરી વિડીયો કોલ કરી ફરીયાદી કઇ સમજે તે પહેલા છોકરી દ્વારા પોતાની રીતે કપડા ઉતારી ફરીયાદી સાથેના વીડીયો કોલનુ રેકોર્ડિંગ કરી અને યુટ્યુબ તથા અન્ય સોશ્યલ મિડીયા પ્લેટફોર્મ પર વાયરલ કરવાની સતત ધમકી આપી તથા નકલી પોલીસ અધિકારી બની ન્યુડ વીડીયો કોલનુ રેકોર્ડિંગ રાખવા બાબતે ડરાવી- ધમકાવી ફરીયાદી પાસેથી રૂ.20,98,364 પડાવી લિધેલ.જે આરોપીને પકડી પાડવા સાયબર ક્રાઈમના પોલીસ ઇન્સ્પેકટર પી.પી.ઝા ના માર્ગદર્શન મુજબ સાયબર ક્રાઈમની વિશેષ ટીમ બનાવી સતત તપાસમા રહેલ દરમ્યાન ટેકનિકલ અનાલિસીસ કરી આરોપીનો લોકેશન સાયબર ક્રાઇમનો હબ ગણાતા હરીયાણાના મેવાત વીસ્તારના આવતા હોય બાદ સાયબર ક્રાઇમ ટીમ દ્વારા હરીયાણા તપાસમાં રહી આરોપી મેસરદીન ઇબ્રાહીમભાઇના ડુંગરાળ તથા જંગલ વિસ્તારના સતત અલગ-અલગ લોકેશન આવતા હોય બાદ લોકેશન તપાસી સતત વોચમાં રહી ટેકનીકલ તથા હ્યુમન ઇંટેલીજન્સનો ઉપયોગ કરી, લોકેશન સ્થિર થતા આરોપી મેસરદીન ઇબ્રાહીમભાઇને હરીયાણાના મેવાત વિસ્તારમાંથી લોકલ પોલીસને સાથે રાખીને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે,પકડાયેલ આરોપી એક્સટોરસન કરતી ગેંગ સાથે સંપર્કમાં રહી અને પોતાની પાસે આવતા ફેંક બેંક એકાઉન્ટના માધ્યમથી એ.ટી.એમ.થી કમીશન લઇ પૈસા વિથડ્રો કરી અને અન્ય આરોપીઓને મોકલાવી આપતો, આ ગેંગના સભ્યો ડમી સીમકાર્ડ તથા બેંક અકાઉંટ મેળવી અન્ય સભ્યોને આપે છે. જેમાં આરોપીઓ વોટ્સેપ પર મહીલાનો ડીસ્પ્લે પિક્ચર રાખી મિત્રતા કરે, બાદમાં મિત્રતા કરી મહીલા અચાનક વીડીયો કોલ કરી નગ્ન થઇ ન્યુડ વિડીયો કોલ નુ રેકોર્ડિંગ કરે જે યુ-ટ્યુબ,અન્ય સોશ્યલમિડીયા પ્લેટફોર્મ પર વાયરલ કરવાની ધમકી આપી તથા યુટ્યુબના નકલી અધીકારી બની વીડીયો વાયરલ ન કરવા માટે રૂપીયાની માંગણી કરે છે, અન્ય કોલર આરોપી CBI ના નકલી અધીકારી બની વાત કરે છે, પોતાનો ફેક ઓળખ કાર્ડ મોકલી અને વાત કરનાર મહીલાએ આત્મહત્યા કરેલ છે અને ફરિયાદ દાખલ થવાની છે એવી રીતે ડરાવી ધમકાવી પૈસા પડાવી આરોપી સાયબર ગુનાને અંજામ આપે છે.