જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.16 :  દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ જેટકો અને વીજ વહન કરતી કંપની સામે આંદોલન કરવા પડી રહ્યા છે ત્યારે છેલ્લા ત્રણ દિવસથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભોગત ગામ ના ખેડૂતો ઉપવાસ પર બેઠા છે અને કંપની દ્વારા ખેડૂતો માટેના નિયમો ને નેવે મૂકી ને યોગ્ય વળતર આપ્યા વિના કામ શરૂ કરવામાં આવે છે કાયદા મુજબ ખેડૂતો ને વળતર ન મળતા તેમજ નિયમ મુજબ ખેતરોમાં વીજ વહન કરતી કંપનીઓ કામ કરતા ખેડૂતો પરેશાન બનતા આંદોલન કરવા ની ફરજ પડી હતી ત્યારે આજ રોજ જિલ્લા કલેકટર અને જિલ્લા પોલીસ વડા ને ભોગત સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 300 જેટલા ખેડૂતો રજુઆત કરવા પહોંચ્યા હતા અને ખેડૂતો માટે કંપની દ્વારા નિગમ મુજબ કામ કરે અને તેને યોગ્ય વળતર મળે તેવી માંગ કરી હતી સાથે જ ખેડૂતો ના ખેતરમાં વીજ વહન કરતી કંપની ના કર્મચારીઓ પોલીસ નો દુરુપયોગ કરી કામ કરતા હોય જેના કારણે ખેડૂતો પર ખોટા કેસ કર્યા અને વિવિધ પ્રશ્નો પર હેરાન પરેશાન કરી જેટકો અને અન્ય વીજ કંપની ઓદ્વારા ખેડૂતો ના ખેતરમાં કામ કરવા માટે જતા હોય ત્યારે તેઓના ખેતરમાં રહેલા ઉભા પાક ને પણ નુકશાન કરતા હોય સાથે જ કંપની ઓ દ્વારા મનમાની કરતા હોવાના કારણે માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોય છે જેથી ખેડૂતો અને તેનો પરિવાર ભય ના માહોલ માં જીવતો થયો છે અને પોલીસ નો દુરુપયોગ કરી કંપનીઓ મનમાની કરતા હોવાથી યોગ્ય કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા ને પણ રજુઆત કરવામાં આવી હતી અને આ પ્રશ્ન નો નિકાલ તાત્કાલિક થાય તે માટે ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા ખેડૂતો ને સાથે રાખી ને રજુઆત કરી હતી.