જામનગર મોર્નિંગ – ખંભાળીયા તા.૧૨ : દેવભૂમિ દ્વારકા આમ તો ૨૦૧૩થી જીલ્લા તરીકે અસ્તિત્વમાં આવેલ ૨૦૧૩ થી ૨૦૨૨નો સમયગાળો એટલે હમણાં એક દશકો પૂર્ણ થશે પણ જીલ્લા કક્ષાએ જે વિકાસ થવો જોઈએ તેમાં હજુ ઘણું ખૂટે છે દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળીયામાં હજુ પણ ઠેર – ઠેર ગામડાની જેમ ધૂળની ડમરીઓ ઉડે છે. ખંભાળીયા શહેર પણ અડધાથી વધારે ગામડામાં વસેલ છે. આમ દેવભૂમિ દ્વારકા જીલ્લાના વડા મથક ખંભાળીયામાં હજુ વિકાસની દ્રષ્ટીએ ઘણું ખૂટે છે વિકાસ રૂંધાવા પાછળનું એક કારણ એ પણ હોય એવું મનાઈ રહ્યું છે કે આ વિસ્તારમાં ૨૦૧૪ થી ૨૦૨૨ સુધી ધારાસભ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ માંથી રહેલ એટલે સરકારી યોજનાનો જોઈએ એટલા પ્રમાણમાં વ્યાપ અહી ના પહોચતો હોય એવું બની શકે છે.૨૦૧૨થી ૨૦૧૪ સુધી ભાજપના પુનમબેન માડમ અહી ધારાસભ્ય તરીકે રહ્યા હતા ૨૦૧૪માં લોકસભામાં સાંસદ બનતા આ સીટ ખાલી થઇ હતી આમ ૨૦૧૪ થી ૨૦૧૭ મેરામણભાઈ ગોરીયા અને ૨૦૧૭ થી ૨૦૨૨ સુધી વિક્રમભાઈ માડમ કોંગ્રેસ પક્ષેથી ધારાસભ્ય રહ્યા છે. ૧૦ વર્ષ બાદ આ સીટમાં મુળુભાઈ બેરા જંગી લીડથી ધારાસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે અને કેબીનેટ મંત્રી તરીકે તેઓ નિયુક્ત થયા છે.

ખંભાળીયા અને ભાણવડ વિસ્તાર ઘણા લાંબા સમયથી વિકાસથી વંચિત રહ્યા છે. ત્યારે મુળુભાઈ બેરા આ વિસ્તાર માંથી જંગી બહુમતીથી ચુંટાઈને કેબીનેટ મંત્રી બનતા હવે પોતાના વિસ્તાર ભાણવડ અને ખંભાળીયાનો સાર્વત્રિક વિકાસ થશે આ જવાબદારી લોકોએ તેમના શીરે મૂકી છે જેમાં તેઓ સંપૂર્ણ પણે સફળ રહેશે અને વિસ્તારને વિકાસની બુલંદીઓ પાર કરાવશે એવું લોકો ઈચ્છી રહ્યા છે.