જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મોદીવાડ મસ્જિદ પાસેથી પાંચ શખ્સને જુગાર રમતા ઝડપી લઈ 11 હજાર ઉપરાંતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર મોદીવાડ મસ્જિદ પાસે ઘોડીપાસાનો જુગાર રમતા હનીફ આમદ શેખ (રહે. પટણીવાડ), રઉફ બોદુ ખુરેશી (રહે. પટણીવાડ), આરીફ બોદુ અગવાન (રહે. પટણીવાડ), મનીષ જાદવજી પીપળીયા (રહે. કોળીવાડ) અને ઇસ્માઈલ સીદીક પંજા (રહે. ખાટકીવાડ) નામના પાંચ શખ્સને સીટી એ ડિવિઝનના પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળાની સૂચનાથી શિવરાજસિંહ રાઠોડ અને રવિરાજસિંહ જાડેજાએ બાતમીના આધારે રૂ. 11,700નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ એ. જાડેજા, રવીન્દ્રસિંહ પરમાર, મહીપાલસિંહ જાડેજા, સુનીલભાઈ ડેર, શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ આર. જાડેજા, વિક્રમસિંહ જાડેજા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર, રાજેન્દ્રસિંહ ડોડીયા, ખોડુભા જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા અને યોગેન્દ્રસિંહ સોઢાએ કરી હતી.