નગરમાંથી પોકસોના ગુનામાં સંડોવાયેલા બે શખ્સ ઝડપાયા 


જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરના સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનના આઈપીસી કલમ 376ના ગુનામાં સંડોવાયેલા બે શખ્સોને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગરમાં સીટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં દશ મહિના પહેલા પોકસોનો ગુનો નોંધાયો હોય તે ગુનામાં સંડોવાયેલ રેલ્વે કોલોની વુલનમીલ ખાતે રહેતો પ્રકાશ દિલીપ મનવર નામનો શખ્સ દશ મહિના પહેલા ભોગ બનનારને પ્રેમજાળમાં ફસાવી વિશ્વાસમાં લઈ શરીર સબંધ બાંધી બાદ ગોકુલનગર વિસ્તારમાં ભાગ્યોદય સોસાયટીમાં રહેતો રોહિત પ્રેમજી પરમાર નામના શખ્સે પણ શારીરિક સબંધ બાંધી ભોગ બનનારને સાત મહિનાઓ ગર્ભ રાખી દેતા પોલીસે બંનેને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


આ કાર્યવાહી પીઆઈ પી.એલ. વાઘેલા, એન.એ. ચાવડા, પીએસઆઈ કે.આર. સીસોદીયા તથા સ્ટાફના ફેઝલભાઈ ચાવડા, જાવેદભાઈ વજગોળ, પ્રદીપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, વિપુલભાઈ સોનગરા, હરદીપભાઈ બારડ અને યુવરાજસિંહ જાડેજાએ કરી હતી.