પ્રભુએ આપ્યું અનમોલ માનવ જીવન, જેમાં મનુષ્ય ધારે તો પહાડને ચીરીને તેમાંથી રસ્તો શોધી કાઢે 

જામનગર મોર્નિંગ - જામનગર 


ખુબજ ભયાનક શબ્દ પણ એ જે વ્યકિત આત્મહત્યા કરે તેની વેદના આના કરતાં પણ વધારે ભયાનક હસે કદાચ, ગઈકાલે જ વડોદરામાં કોઈ પીએસઆઈ એ ટ્રેન નીચે પડતુ મૂકી આત્મહત્યા કરી લીધી, બહું જ દુઃખદ ઘટના, આ ઘટનાની આપણે તો ખાલી અફ્સોસ કરી શકીએ છે પણ શા માટે આત્મહત્યા કરવી પડી આ ઉંમરે તે તો એ વ્યકિત કે તેનું પરીવાર જ જાણતું હશે,, પણ મિત્રો મારી સમજમાં એ નથી આવતું કે શું દુનિયાની કોઈ પણ સમસ્યાનો હલ આત્મહત્યા જ છે? શું આત્મહત્યા એ દરેક દુઃખનું નિવારણ છે?, શું તે વ્યકિત પાસે એવી કોઈ વ્યકિત જ નથી હોતી જે તેને સાચવી શકે, સાંત્વના આપી શકે? , કારણ જે હોય પણ અતિ ગંભીર બાબત છે કોઈ એક વ્યક્તિ એનાં જીવનમાં એટલો બધો હતાશ થઈ જાય છે કે તેને આ પગલુ ભરવું પડે છે? કદાચ આર્થિક તંગી, અથવા કોઈ બ્લેમેઇલિંગ , કોઈ ગંભીર બિમારી અથવા ડિપ્રેશન મોટું કારણ હોય શકે છે પણ શું આ બધા કારણ તમારી જિંદગી કરતા પણ મોટા કે મોંઘાં હતાં?, જેની કિમત તમારે તમારો જીવ આપીને ચૂકવવી પડે? ગઈ કાલે જ મેં એક લેખ લખ્યો હતો કે પુરુષોમાં ડિપ્રેશન ના કારણે હૃદયરોગમાં બ્રેઈન સ્ટ્રોક જેવી ગંભીર બિમારી ઘર કરી રહીં છે, તમારી તબિયત સાચવો હળવી કસરત કરો, કોઈ સમસ્યા હોય તો પરીવાર સાથે ચર્ચા કરો મિત્રો સાથે સમય વ્યતિત કરો વગેરે વગેરે મેં સલાહ સુચન કર્યું હતું પણ એક પુરુષ જાતને પહાડ ચટ્ટાન જેવો મરદ કહેવામાં આવ્યો છે એટલા માટે કે સ્ત્રિઓ ખુબ કમજોર હૃદય ની હોય છે જે જરી વાતમાં રડી દે છે પણ પુરુષ કદી રડતો નથી અને ગમે તેટલું દુઃખ આવી જાય તે પણ તે સહન કરી લેતો હોય છે પોતાના પરિવાર માટે તે ના જાણે કેટલાય દુઃખ સહન કરી લે છે પોતાના પરિવાર ને સુખ સુવિધાઓ આપવા માટે ગમે તે કામ કરી લે છે એક પુરુષ હું તો કહીશ કે દુનિયાની સૌથી ઊંડી ખાઈ જો એક સ્ત્રી નું હૃદય છે તો દુનિયાના વિશાળ પર્વતોની જેમ અડગ સ્થિર અને મજબુત એક પુરુષ છે પણ ક્યારેક ક્યારેક એ ચટ્ટાન જેવાં હૃદયને પણ ઍવી ચોટ લાગી જતી હોય છે કે દુનિયાનું કોઈ મલમ તેનો ઘાવ ભરી નથી શકતું , પરંતુ મિત્રો મૃત્યું એક માત્ર ઉપાય નથી તમારી સમસ્યાનું તમે એ સમસ્યા ને કોઇની સાથે શેયર કરી શકો છો તમારા મીત્રો કે પરીવાર ને અને તો પણ કોઈ હલ ન મળે તો અમારાં જેવાં સમાજ સેવી સંગઠનો ને સંપર્ક કરો અથવા કોઈ બ્લેમેઇલિંગ જેવું કારણ હોય અથવા પૈસાની લેવડ દેવડ હોય તો કાનૂન પાસે જાઓ પણ આ રીતે તમારું અતિ કિંમતી જીવન જે એક માં એ નવ મહિના તમને પેટમાં અને મોટા થઈને લગ્ન ન થાય ત્યાં સુધી ના જાણે કેટલાય દુઃખ તકલીફો સહન કરીને મોટા કર્યા હસે તો એ માં પર પિતા પર જે બિચારો તાપ તકડે તમારી માટે કેટલાય વરસ તપ્યો હસે ત્યારે તમે એક કાબિલ વ્યક્તિ બન્યા હસો, ને તમે એટલી આસાનીથી મોત ને ભેટી જાઓ છો?

જે કોઇને આત્મહત્યાનો વિચાર આવે તે એક વખત જરૂર વિચારજો કે તમારા માતપિતા અથવા તો તમારા પરિવારમાં તમારી પત્નિ બાળકોનો શું વાંક?


લેખન: માહીબા એમ. રાઠોડ