અન્ય એકની હાલત ગંભીર: અજાણ્યા પાંચથી છ શખ્સો દ્વારા હુમલો કરાયો 

જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ ગોરધનપર નજીક ઈંડાકળીની રેંકડીએ સરમતના બે ભાઈઓ સાથે સામાન્ય બોલાચાલી થતાં અજાણ્યા પાંચ થી છ શખ્સોએ છરી વડે હુમલો કરતા એક યુવાનને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો અને પોલીસે ગુનો દાખલ કરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે. 

મળતી વિગત મુજબ જામનગર ખંભાળિયા હાઈવે પર આવેલ ગોરધનપર નજીક ઈંડાકળીની રેંકડી પર સરમત ગામના ખીમરાજ રાજાણી અને દેવદાસ રાજાણી નામના બે ભાઈઓ ઈંડાકળી ખાવા ગયા હોય બાદ ત્યાં અજાણ્યા પાંચ છ જેટલા શખ્સો સામે સામાન્ય બોલાચાલી થતાં અજાણ્યા શખ્સોએ ઉશ્કેરાઈ જઈ મારામારી કરી છરી વડે હુમલો કરતાં બંને તાત્કાલિક જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં એક ભાઈને સારવાર મળે તે પહેલાં જ મૃત્યુ પામતાં બનાવ હત્યામાં પલટાયો હતો, જ્યારે બીજા ભાઈની સારવાર ચાલુ હોય અને તેની હાલત પણ ગંભીર હોય તેવું જાણવા મળે છે અને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો હોસ્પિટલ ખાતે દોડી જઈ અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરી છે.