જામનગર મોર્નિંગ - જામનગર 


લાલપુર તાલુકાના બાબરીયા ગામની સીમમાંથી એક શખ્સને જામનગર એસઓજી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. 

મળતી વિગત મુજબ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના બાબરીયા ગામની દૂધિયા સીમમાંથી જામનગર એસઓજીએ પીઆઈ બી.એન. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.ડી. પરમારની સૂચનાથી અનિરુદ્ધસિંહ ઝાલા, દિનેશભાઈ સાગઠીયા અને હર્ષદભાઈ ડોરીયા અને સોયબભાઈ મકવાએ બાતમીના આધારે હુશેન ઉર્ફે બાવલા અલ્લારખાભાઈ સમા નામના શખ્સને ગેરકાયદે દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે ઝડપી લઈ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.