જામનગર મોર્નિંગ - જામનગર 


જામનગરમાં જુની સોની બજારમાં વેપારીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા આશરે 13 હજારના ચાંદીના દાગીના ચોરી કરી ગઈ હોવાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસમાં નોંધાયા બાદ સીટી એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે મહિલા આરોપીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી વિગત મુજબ જામનગરમાં આવેલ જુની સોની બજારમાં સિલ્વર સોસાયટીમાં રહેતા વેપારી કેઝાર મામુજીભાઈ સોનીની દુકાને ગ્રાહકના સ્વાંગમાં મહિલા આવેલ જે ચાંદીના દાગીનાની ચોરી કરી ગઈ હોય તેવી ફરિયાદ સીટી એ ડિવિઝનમાં નોંધાવી હતી. ગત તા. 18ના રોજ ગ્રાહકો આવેલ હોય તેમાંથી કોઈ વેપારીની નજર ચૂકવીને ચાંદીના બે જોડી સાંકળા અને ચાંદીની લક્કી આશરે 13,000 ના દાગીનાની ચોરી થયા હોય બાદમાં સીટી એ ડિવિઝન પીઆઈ એમ.બી. ગજ્જરના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.એસ. વાળાની સૂચનાથી ટીમ પેટ્રોલીંગમાં હોય ત્યારે રવિરાજસિંહ જાડેજા, દેવાયતભાઈ કાંબરીયા અને વિક્રમસિંહ જાડેજાને બાતમી મળી હતી કે ચોરીમાં ગયેલ મુદામાલ લઈ એક મહિલા સોનાચાંદીની દુકાનો પાસે આંટાફેરા કરે છે તેના આધારે સાત રસ્તા સર્કલ પ્રદર્શન ગ્રાઉન્ડ ખાતે રહેતી લીલાબેન બધાભાઈ સોલંકી (મુળ રહે. સરકારી દવાખાના પાસે, ગોંડલ) નામની મહિલાને ઝડપી લઈ અંગઝડતી કરતા બે જોડી સાંકળાં કિમંત રૂ. 11,500 અને એક લક્કી કિમંત રૂ. 1500 કુલ રૂ. 13,000નો મુદામાલ કબ્જે લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કાર્યવાહી પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ બી.એસ. વાળા તથા સ્ટાફના દેવાયતભાઈ કાંબરીયા, મહીપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ એ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનીલભાઈ ડેર, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડીયા, રૂષીરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, શૈલેષભાઈ ગઢવી, મહેન્દ્રભાઈ પરમાર અને શિવરાજસિંહ રાઠોડ વિગેરે દ્વારા કરવામાં આવી હતી.